Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ફલેગ ઓફ યુનિટીમાં ૩પ હજાર કાગળો તૈયારઃ ર૦મીએ ઉદ્દઘાટન

રાજકોટઃ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ર૬મી જાન્યુ.ની ઉજવણીના ભાગ રૂપે વિશ્વવિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી-રાષ્ટ્ર ધ્વજ કલેકટર કચેરીમાં રાજપીપળાના વિરાજબા મહીડા જાડેજાની મદદ-માર્ગદર્શન હેઠળ બનાવાઇ રહ્યો છે, દરરોજ શહેરના અગ્રણીઓ-વિદ્યાર્થીઓ દ્વારા કાગળો તૈયાર કરાય છે, ૩પ હજાર જેટલા કાગળો તૈયાર થઇ ગયા છે, ગઇકાલે સાંજ સમાચાર દૈનિકના કરણભાઇ શાહ-અંકૂરભાઇ શાહ સાથે કલ઼ેકટર-એડી. કલેકટર દ્વારા કાગળો તૈયાર કરાયા હતા, બીજી તસ્વીરમાં રાજકોટના મેડીકલ એસો.ના હોદેદારો તથા ત્રીજી તસ્વીરમાં કલેકટર કચેરીના સફાઇ કામદારો પણ કલેકટર સાથે સહભાગી બન્યા તે નજરે પડે છે. સાથે ડે. કલેકટર પૂજા જોટાણીયા મદદે રહ્યા હતા.

(3:42 pm IST)