Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

દાઢીના વાળ કાયમી ધોરણે દુર કરવાની જાહેરાત ભારે પડીઃ ગ્રાહક ફોરમની લપડાક

રૂ.૨૦ હજાર ૯ ટકાના બાજે ચુકવવા મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૧૬: દાઢીના વાળ કાયમી ધોરણે દૂર કરવાની ટ્રીટમેન્ટ સફળ ન થતાં ફરીયાદીને રકમ પરત આપવા ગ્રાહક તકરાર નિવારણ ફોરર્મ મહત્વનો ચુકાદો આપેલ છે.

આ કામના ફરીયાદી જવાહર પહેલાજરાજ પંજાબી રહે. રાજકોટ વાળાએ સામાવાળા મહેશભાઇ અરજણભાઇ ડાભી કે 'નવજીવન'નામે પહેલો માલ, ૧૨/૬,ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ અને હાલમાં અમીધારા પાર્લર નામે અક્ષર મંદિર સામે કાલાવડ રોડ ખાતે કલીનીક ધરાવે છે જેઓ ગ્રાહકો પાસેથી પૈસા વસુલી દાઢીના વાળ કાયમી ધોરણે દૂર કરવાની ટ્રીટમેન્ટ તથા અણગમતા વાળમાંથી આજીવન છુટકારો સંપૂર્ણ હર્બલ (આયુર્વેદીક) પાર્લર વગેરે ટ્રીટમેન્ટથી જાહેરાત ૧૦૦ ટકા રીઝલ્ટની, તથા પૈસા પરત આપવાની ગેરન્ટી આપે છે.

ફરીયાદીએ સામાવાળાનો ન્યુઝ પેપર તથા અન્ય જાહેરાત મારફત સંપર્ક કરેલ હતો અને સામાવાળાએ તેમની દાઢીના વાળ કાયમી ધોરણે દૂર કરી આપવાની લેખિત કરાર બાંહેધરી સ્ટેમ્પ પેપર ઉપર લખી આપેલ, અને ફી પેટે રૂ.૨૦,૦૦૦ વસુલ કરેલ અને ટ્રીટમેન્ટ સફળ ન થાય તો આ રકમ પરત આપવાની લેખિત ખાત્રી આપેલ હતી. ત્યારબાદ ૧૫ માસ જેટલો સમય સુધી ટ્રીટમેન્ટ કરાવેલ છતાં ફરીયાદીના દાઢીના વાળ સંપૂર્ણ રીતે દૂર થયેલ નહી, તેથી ફી પરત માંગેલ પરંતુ આપેલ નહી. આમ સેવા ખામી યુકત હોવાથી રકમ પરત વસુલ મળવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોર્મ અરજી કરી દાદ માંગેલ.

ફરીયાદીના ચહેરા ઉપરના દાઢીના વાળ સંપૂર્ણ રીતે દૂર થયેલ નથી તેવુ સ્પષ્ટ રીતે જણાય છે અને રેકર્ડ ઉપર સામાવાળાની સેવામાં ખામી પુરવાર થતી હોય રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના શ્રી જે.આઇ. રાવલ તથા એમ.વી.ગોહેલ દ્વારા આ કામના સામાવાળા વિરૂધ્ધ એવો હુકમ કરવામાં આવેલ કે તેઓએ ફરીયાદીને રૂ.૨૦,૦૦૦ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે હુકમની તારીખથી દિન-૩૦માં ચુકવી આપવા તેમજ ફરીયાદીને થયેલ માનસિક દુઃખત્રાસ બદલ રૂ.૨૦૦૦ અને ફરીયાદીને થયેલ અરજી ખર્ચની રકમ રૂ.૧૦૦૦ ચુકવી આપવા એવો હુકમ કરવામાં આવેલ. આ કામમાં ફરીયાદી તરફે વકીલ તરીકે રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી ચિરાગ કે.કુકરેચા રોકાયેલ હતા.

(4:18 pm IST)