Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વીજ તંત્રની શહેર વિભાગ-ર ની મીટર લેબોરેટરી હવેથી લક્ષ્મીનગરમાં: ૧II લાખ ગ્રાહકોને ફાયદો

જીઇબી શહેર વિભાગ-ર ની મીટર ટેસ્ટીંગ લેબોરેટરી સ્થળાંતર કરાઇ હતી, ઉદઘાટન  કરતા ચીફ ઇજનેર શ્રી ગાંધી, બાજુમાં એડીશ્નલ ચીફ ઇજનેરશ્રી કોઠારી તથા અન્યો જણાય છે. (

રાજકોટ તા. ૧૬ :.. પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર શ્રી એચ. આર. સુથારની મંજૂરીથી શહેર વિભાગ-ર ની મીટર ટેસ્ટીંગ લેબોરેટરી હાલ દૂધ સાગર રોડ (સામા કાંઠે) કાર્યરત હતી તે લક્ષ્મીનગર જન સેવા કેન્દ્ર પાસે બનાવેલ નવા બિલ્ડીંગમાં સ્થળાંતર કરાઇ હતી.

આ સ્થળાંતરથી લક્ષ્મીનગર સબ ડીવીઝન હેઠળના પંચશીલ સોસાયટી, માયાણીનગર, તથા મહીલા કોલેજ સબ ડીવીઝન હેઠળના પારસ સોસાયટી, પ્રકાશ સોસાયટી, મહાવીર સોસાયટી, તથા પ્રદ્યુમનનગર સબ ડીવીઝન હેઠળના ગાંધીગ્રામ, રૈયા રોડ, તથા બેડીનાકા સબ ડીવીઝન હેઠળના જંકશન પ્લોટ, ગાયકવાડી, રેસકોર્ષ પાર્ક, તથા ઉદ્યોગનગર સબ ડીવીઝન હેઠળના સમ્રાટ ઇન્ઙ વિસ્તાર, માલવીયાનગર, વગેરે વિસ્તારોના આશરે ૧.પ૦ લાખ ગ્રાહકો કે જેઓને દૂધની ડેરી પાસે વિજ મીટરની કામગીરી અર્થે જવું પડતું હતું તેના બદલે લક્ષ્મીનગર ખાતે ફરતા ગ્રાહકોની સાનુકુળતા વધશે અને આશરે ૪ થી ૭ કી. મી.નું અંતર ઘટશે.

આ સ્થળાંતર વખતે મુખ્ય ઇજનેર (ટેક), શ્રી જે. જે. ગાંધી, અધિક મુખ્ય ઇજનેર, શ્રી એચ. પી. કોઠારી, જનરલ મેનેજર (ફાય.) શ્રી મલકાન, કંપની સેક્રેટરી,   શ્રી સુધીરભાઇ ભટ્ટ તેમજ વર્તુળ કચેરીનો સ્ટાફ બહોળી સંખ્યામાં તથા યુનિયનનાં પ્રતિનિધીઓ હાજર રહેલ હતાં.

(3:48 pm IST)