Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રૂ.દોઢ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને સમન્સ

રાજકોટ તા.૧૫: અત્રે હરવિજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી રાજેશભાઇ મૈયાભાઇ સોરીયા તથા શ્રીમતી હંસાબેન રાજેશભાઇ સોરીયા, બન્ને રહે કોટડા સાંગાણીવાળાએ પોતાના ધંધાકીય હેતુ માટે રૂ.૧,૫૦,૦૦૦ અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર પુરા હાથ ઉછીના મેળવેલ અને ૧૦-માસમાં ધંધો સેટઅપ થયે પરત આપવા માટે સમય આપેલો, આ સમય પુર્ણ થતા હરવિજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ રાજેશભાઇ વિગેરે પાસે ઉઘરાણી કરતા પોતાના ખાતાવાળી બેંકનો ચેક આપેલ જે ચેક વણચુકવેલ પરત ફરતા નોટીસનો વ્યવહાર કરવામાં આવેલ. સદરહું નોટીસના વ્યવહારમાં પણ દોઢ માસનો સમય હોવા છતા શ્રી રાજેશભાઇ વિગેરેએ રકમ ન ચુકવતા રાજકોટના એડી. કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

સદરહું ફોજદારી ફરીયાદી અન્વયે કોર્ટે સમન્શ પાઠવી હાજર થવા હુકમ કરેલ છે.સદરહું કામમાં રાજકોટના એડવોકેટશ્રી આર.ડી. ઝાલા તથા જીતેન્દ્ર એચ.પારેખ રોકાયેલ છે.

(3:50 pm IST)