Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

રાજકોટ બાર એસો.ની ચુંટણી જાહેર ૧૬ ડીસેમ્‍બરે મતદાન : સાંજે પરિણામ

રાજકોટ,તા.૧૫ : રાજકોટ બાર. એસો.ની આગામી સે ૨૦૨૨-૨૦૨૩ના વર્ષની ચુંટણીનો પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્‍યો છે.ચાલુ વર્ષના અંતમાં ૧૬ ડીસેમ્‍બરના રોજ ચુંટણી યોજાશે. ૧૬ મીએ સવારના ૯ થી બપોરના ૩ સુધી મતદાન પ્રક્રીયા ચાલુ રહેશે અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થયેલ છે.

ચુંટણી કાર્યક્રમ મુજબ બાર. કાઉન્‍સીલ ઓફ ગુજરાત ‘વન બાર વન વોટ'ના નિયમ હેઠળ ચુંટણી યોજાશે. આ ચુંટણીની ફાઇનલ મતદારયાદી તા. ૨ ડિસેમ્‍બરે પ્રસિધ્‍ધ થશે.

ઉમેદવારી ફોર્મ તા. ૩ થી ૬ ડીસેમ્‍બર સુધી ભરાશે ત્‍યારબાદ ર્ફોમ પરત ખેંચવાની મુદત પુરી થયા બાદ ઉમેદવારોની આખરી યાદી તા. ૯ ડીસે.ના રોજ જાહેર થશે.

ત્‍યારબાદ તા. ૧૬ ડીસે.ના ચુંટણી યોજાશે જેમાં  ૯ થી બપોરના ૩ વાગ્‍યા સુધી મતદાન થયા બાદ મોડી સાંજના પરિણામ જાહેર થશે.

આ ચુંટણીમાં પ્રમુખ ઉપ પ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી, ટ્રેઝરર લાઇબ્રેરી સેક્રેટરી, માટે એક જગ્‍યા તેમજ કારોબારી ૯ જગ્‍યા માટે અને મહિલા કારોબારીની એક જગ્‍યા મળી કુલ ૧૭ જગ્‍યા માટે વકીલો ઉમેદવારી નોંધાવી શકશે. તેવો ચુંટણી અધિકારી અતુલભાઇ દવે, કેતન શાહ અને અધિકારી ગીરીરાજસિંહ જાડેજાએ ચુંટણીનો પ્રોગ્રામ આજે જાહેર કર્યો છે.

(4:03 pm IST)