Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જયુબેલી ગાર્ડન પાસે ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા ૪ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : ચંદુ, રમઝાન,અશોક અને અશ્વીનની ધરપકડ

રાજકોટ,તા. ૧૫ : શહેરના જયુબેલી ગાર્ડનની સામે તાર ઓફીસ પાસે ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા ચાર શખ્‍સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જયુબેલી ગાર્ડન સામે તાર ઓફીસ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને કોન્‍સ. રોહીતભાઇ કછોટ સહિતે તાર ઓફીસ પાસે દરોડો પાડી ચલણી નોટના નંબર પર એકી-બેકીનો  જુગાર રમતા ચંદુ લખમણભાઇ ડોડીયા, રમઝાન આમદભાઇ કલર, અશોક અરજણભાઇ ચાવડા અને અશ્વીન ખીમજીભાઇ પરમારને પકડી લઇ રૂા. ૨૦,૪૫૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

(4:12 pm IST)