Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

પ્રેમીનું અપહરણ કરી મારકૂટના ગુનામાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ૧પ :  અત્રે પ્રેમીનું અપહરણ કરી આજી ડેમ માંડા ડુંગરની પાછળ લઇ જઇ મારમારી અધમૂવો કરવાનો કેસમાં પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ગુનામાં આરોપી દિનેશભાઇ બાબુભાઇ ગોહેલ ઉર્ફે કાળો નાગ, કરણ દિનેશભાઇ ગોહેલ તથા પરાગ રમેશભાઇ ભટ્ટીને જામીન પર છોડવાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે આરોપીઓનાં સગા થતી યુવતીનો ફરીયાદી સાથે ઇન્‍સ્‍ટાગ્રામમાં પરિચય થતા બન્ને વચ્‍ચે પ્રેમ સબંધ બંધાતા આ સબંધની જાણ આરોપીઓને થતા આરોપી ફરીયાદીને વાતચીત કરવા રેસકોર્ષ ખાતે બોલાવેલ બાદ રેસકોર્ષ ખાતે ફરીયાદી પ્રેમીને મારમારી બાદ ત્‍યાંથી અપહરણ કરી આજી ડેમ માંડા ડુંગર પાછળ લઇ જઇ લાકડાના પટ્ટા તથા પથ્‍થર વડે માર મારી અધમુવો કરી જતા રહેલા આ અંગેની ફરીયાદ પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ બાદ આરોપીઓની ધરપકડ થયેલી, જેથી આરોપીઓને તેમના વકીલ હિતેષ ભાયાણી મારફત જામીન અરજી દાખલ કરેલી, જેમાં આરોપીના એડવોકેટ દલીલ કરી સુપ્રિમ કોર્ટે તેમજ અલગ અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્‍યાને લઇ કોર્ટે આરોપી, દિનેશભાઇ બાબુભાઇ ગોહેલ, ઉર્ફે કાળોનાગ, કરણ દિનેશભાઇ ગોહેલ તથા પરાગ રમેશભાઇ ભટ્ટીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાષાીઓ હિતેષ આર. ભાયાણી, કોમલ કોટક, અવિનાશ રાવલ તેમજ લીગલ આસિસ્‍ટન્‍ટ તરીકે ખુશી પંડયા, પ્રદીપસિંહ ચૌહાણ તેમજ દર્શિત પાડલીયા રોકાયેલા હતા.

(3:56 pm IST)