Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

સીંગતેલમાં પુન તેજીઃ ૩૦ રૂા. વધ્‍યા

કાચા માલની અછતના બહાને ફરી તેજીનો ખેલ હોવાની ચર્ચા

રાજકોટ તા. ૧પ :.. સીંગતેલમાં ભાવ ઘટાડા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી અને એક જ ઝાટકે ૩૦ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં કાચા માલની અછતના બહાને આજે સીંગતેલના પુનઃ ભાવો વધ્‍યા હતા સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા.ના ભાવ ૧પ૦૦ રૂા. હતાં તે વધીને બપોરે ૧પ૩૦ રૂા. ભાવ બોલાયા હતાં. સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૧૦ ની ર૬૬૦ રૂા. હતા તે વધીને ર૬૪૦ ની ર૬૯૦ ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા બપોર સુધીમાં અન્‍ય સાઇડ તેલોના ભાવમાં કોઇ વધ-ઘટ ન હતી.

દિવાળી પછી નવી મગફળીની આવકો શરૂ થતા સીંગતેલમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. જો કે, આજે ફરી ભાવો વધ્‍યા હતાં. સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં મગફળીની પુષ્‍કળ આવકો ચાલુ છે ત્‍યારે ચૂંટણી ટાંકણે જ ફરી કાચા માલની અછતના બહાને સટ્ટોડીયાઓ તેજીનો ખેલ શરૂ કર્યો હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

(3:40 pm IST)