Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

પ્રમુખમાર્ગઃ આપણું સુખ

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

અષ્‍ટાદશપુરાણેષુ વ્‍યાસસ્‍ય વચનદ્વમ્‌

પરોપકારઃ પુણ્‍યાય પાપાય પરપીડનમ્‌&&

અઢાર પુરાણોનો સાર ભગવાન વેદવ્‍યાસના બે વચનોમાં આવી જાય છે. પૂણ્‍ય માટે પરોપકાર કરવો અને પાપ માટે લોકોને દુઃખી કરવા.

ભગવાન શ્રીરામ પણ આ જ વાત ભરતજીને કરે છે.

પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ, પરપીડા સમ નહિ અધમાઈ&

નિર્નય સકલ પુરાણ વેદ કર, કહેઉં તાત જાનહિં કોબિદ બર &&

હે ભાઈ! બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ પાપ નથી. હે તાત! સમસ્‍ત પુરાણો અને વેદોનો આ નિર્ણય (નિヘતિ સિદ્ધાંત) મેં તમને કહ્યો છે, આ વાતને વિદ્વાનો પણ જાણે છે.

આજનું આધુનિક શારીરિક વિજ્ઞાન પણ આ વાતને જ પુષ્ટ કરે છે. ડો. જેઈમ્‍સ લિંચ મેરીલેન્‍ડ યુનિવર્સિટીની સ્‍કૂલ ઓફ મેડીસીનમાં, સાઈકોસોમેટિક મેડીસનના જ નિષ્‍ણાત છે. તેઓ વ્‍ત્ર્ફૂ ગ્‍શ્વંત્ત્ફૂઁ ણ્‍ફર્ૂીશ્વદ્દ : શ્નવ્‍ત્ર્ફૂ ળફૂફુશણર્ૂીશ્ર ઘ્‍ંઁતફૂષ્ઠયફૂઁણૂફૂત ંશ્‍ ન્‍ંઁફૂશ્રશઁફૂતતઙ્ખ પુસ્‍તકમાં તેઓ લખે છેઃ ‘બીજી વ્‍યક્‍તિની દેખરેખ રાખવી. બીજાને ચાહ્વું એ એક કેવળ નૈતિક ફરજ નથી પણ શારીરિક જરૂરિયાત છે. એકબીજાને મદદ કરવાથી એકલવાયાપણું દૂર થાય છે અને આપણું જીવન સ્‍વાસ્‍થ્‍યપ્રદ બને છે.'

‘લ્‍ષ્ટશશ્વશદ્દર્યીશ્ર ર્ભ્‍ીશ્વફૂઁદ્દશઁઙ્ઘિં 'પુસ્‍તકના લેખક કવિ ડેવિડ કેરોલ એક મનોવિજ્ઞાનીનો અનુભવ તેમના પુસ્‍તકમાં ટાંકે છે કે હતાશ થયેલા વિયેટનામનાં યુદ્ધથી સૈનિકોની સારવારમાં જેઓ બીજાની સેવામાં જોડાયા તેમની હતાશા દૂર થઈ અને જેઓ જોડાયા નહોતા તેઓની હતાશા દૂર ન થઈ અને તેમાંથી દર્દીઓએ તો આપઘાત કરી જીવન ટૂંકાવ્‍યું.

આ બધી વાતો પરથી એ સાબિત થાય છે કે પરોપકાર એટલે કે બીજાના સુખનો વિચાર અને તે માટે પ્રયત્‍ન કરવાથી દેહ અને મન બંને સ્‍વસ્‍થ રહે છે. આ વાત આપણને યુગોથી રામાયણ અને મહાભારત જેવા ઇતિહાસગ્રંથો તથા પુરાણોમાં કહી જ છે.

આ સિદ્ધાંતને આ યુગમાં પ્રમુખસ્‍વામી મહારાજના જીવનમાં સૌએ મૂર્તિમાન અનુભવ્‍યો હતો. તેમની જીવનશૈલી કહો કે જીવનસૂત્ર કહો તે આ જ હતું - ‘બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ભલામાં આપણું ભલું.'

કોઈપણ સંજોગોમાં તેઓ બીજાનો વિચાર સૌ પ્રથમ કરતા. ૧૯૮૯માં  આફ્રિકા ધર્મપ્રવાસ દરમ્‍યાન પ્રમુખસ્‍વામી મહારાજ નૈરોબી હતા. તે સમયે મોમ્‍બાસાથી આયોજકોએ મોમ્‍બાસામાં  તેઓના રોકાણ દરમ્‍યાનનો કાર્યક્રમ જણાવવા ફોન કર્યો. તેમાં તેઓના સ્‍વાગતમાં એરપોર્ટથી મંદિર સુધી નગરયાત્રા કાઢવાનો વિચાર જણાવ્‍યો. પ્રમુખસ્‍વામી મહારાજને ખ્‍યાલ હતો કે એરપોર્ટથી મંદિરનું અંતર ૧૦ કિ.મી. જેટલું છે. તેથી તેમણે પહેલો પ્રશ્ન એ કર્યો કે  ‘હરિભક્‍તોને આટલું બધું ચલાવશો?' આયોજકોએ જણાવ્‍યું કે ‘આ  નગરયાત્રામાં કોઈએ ચાલવાનું નથી. સૌએ મોટરમાં બેસીને  જ આવવાનું છે.' આ વાત સાંભળતા તેઓને નિરાંત થઈ.

મુંબઈમાં કળશ મહોત્‍સવ હતો. તેમાં આયોજન મુજબ પ્રમુખસ્‍વામી મહારાજને આધુનિક યંત્રો દ્વારા મંદિરના ઉપરના ભાગે શિખર સુધી લઈ જવાયા, ત્‍યાં કળશનું પૂજન કરી તેઓને ઉપર ઘુમ્‍મટના આગલા ભાગે બિરાજમાન કર્યા. નીચે ૨૦૦૦ જેટલા ભકતો સભાના સ્‍વરૂપમાં બેઠા હતા. લગભગ અગિયાર વાગ્‍યાનો સમય થયો હતો. તડકો સારો એવો હતો તે જોઈ આશીર્વાદમાં પ્રમુખસ્‍વામી મહારાજે ‘તમને તડકો પડે છે.' કહેતા દિલગીરી વ્‍યક્‍ત કરી હતી.

દુઃખમાં કે સુખમાં પ્રમુખસ્‍વામી મહારાજને બીજાનો વિચાર જ રહેતો. એકવાર ગોંડલમાં નાસ્‍તામાં ગલકાંનાં ભજીયાં આવ્‍યાં. આ જોઈ તરત જ પ્રમુખસ્‍વામી મહારાજે કહ્યું કે ‘વડીલ હરિભક્‍ત ભાઈકાકાને ગલકાંનાં ભજીયાં ખૂબ ભાવે છે માટે તેમને મોકલાવો.' અને ભાઈકાકાના ઉતારે તાત્‍કાલિક ગલકાંનાં ભજીયાં મોકલાવ્‍યા. જે સ્‍વથી પર થાય તે જ આ રીતે અન્‍યનો વિચાર કરી શકે, અન્‍યની સંભાળ લઈ શકે.

આ લોકમાં કેટલાક એવા હોય છે જે બીજાનો વિચાર કરે છે પણ તેના દુઃખને નિવારવાનો પ્રયત્‍ન તો કોઈક જ કરતા હોય છે. પ્રમુખસ્‍વામી મહારાજને બીજાને સુખી કરવાનો વિચાર હૈયાના ઊંડાણમાંથી આવતો તેથી તેઓ તેના માટે તરત જ પ્રયત્‍નશીલ થતા.

દિલ્‍હીમાં અક્ષરધામ ઉદ્‌ઘાટનનો સમારોહ ચાલતો હતો. તેમાં પ્રમુખસ્‍વામી મહારાજને જાણ થઈ કે દર્શનાર્થી હરિભક્‍તોને માટે ગરમપાણીની વ્‍યવસ્‍થા થઈ નથી. તેમણે તરત જ આયોજકોને બોલાવ્‍યા. તે સમયે ગરમપાણી કરવા જરૂરી ગેસના બોટલોની અછત હતી આ વાત આયોજકોએ કરી ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજે પુનઃ પ્રયત્‍ન કરવા જણાવ્‍યું. ગેસના બોટલો માટેનો પુનઃ પ્રયત્‍ન નિષ્‍ફળ ગયો. ત્‍યારે તે જાણી તેઓ બેસી ન રહ્યા. લાકડા માટે પ્રયત્‍ન કરવા જણાવ્‍યું. સતત બે, ત્રણ દિવસ આ અંગે સઘન પૂછપરછ કરી, પ્રેરણા આપતા જ રહ્યા. જયારે લાકડાં આવ્‍યા અને હરિભકતોને ગરમપાણી સ્‍નાન માટે મળ્‍યું ત્‍યારે જ તેમને શાંતિ થઈ.

બીજાનું ભલું કરવામાં તેઓ પોતાના દેહનો પણ વિચાર ન કરતા.....માં તેઓ સારંગપુરમાં બિરાજમાન હતા. તે સમયે જૂનાગઢથી એક વાલી પોતાના માંદા બાળકને આશીર્વાદ અપાવવા લાવ્‍યા હતા. આ બાળકને ‘હોચકીન્‍સ'નામનું કેન્‍સર થયું હતું. તેના લીધે તેના શરીરે ચાર હજાર જેટલી ગાંઠો થયેલી, તેથી ડોકટરોના આદેશ મુજબ તેને પ્રમુખસ્‍વામી મહારાજ પાસે લઈ જઈ શકાય તેવું નહોતું. તેથી કોઠારી જ્ઞાનેશ્વર સ્‍વામીએ પ્રમુખસ્‍વામી મહારાજને તેમના અંગત રૂમમાં જઈ વાત કરી અને ત્‍યાંથી જ તે બાળકને આશીર્વાદ અપાવવા જણાવ્‍યું. પરંતુ બાળકનું દુઃખ સાંભળી દ્રવી ઉઠેલા પ્રમુખસ્‍વામી મહારાજ રૂમ બહાર પધાર્યા અને તે બાળકને શાંતિ થાય તે માટે પ્રાર્થના કરી, આશીર્વાદ આપ્‍યા. બીજાને સુખી કરવામાં પ્રમુખસ્‍વામી મહારાજે ક્‍યારેય પોતાના સ્‍વાસ્‍થ્‍યનો કે પોતાના શરીરનો વિચાર કર્યો નહોતો.

ધાર્મિક ગ્રંથો અને વિજ્ઞાન બંને આપણને દેહ અને મનને સુખી રાખવા પ્રમુખ સ્‍વામી મહારાજનો જ માર્ગ બતાવે છે. જે સૌ માટે પ્રમુખમાર્ગ છે.(૩૦.૧૫)

સાધુ નારાયણમુનિદાસ

(12:15 pm IST)