Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

કોંગ્રેસના મનસુખભાઇ કાલરીયા પાસે હાથ ઉપર ૧ાા લાખની રોકડ - એક અલ્‍ટો કાર : ધર્મપત્‍ની પાસે ૬૦ લાખની જંગમ - સ્‍થાવર મિલકતો

૬૯-રાજકોટમાં કાર્યકરોની ફોજ સાથે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યુ : પુત્ર પથિક ઉપર ૧૭ લાખનું દેણું : પુત્ર પાસે ૬૦ લાખની મિલકત : મનસુખભાઇએ કોઇ મોટી મિલકત દર્શાવી નથી

રાજકોટ તા. ૧૪ : રાજકોટ જિલ્લાની ૮ બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં આજે ટેકેદારોના વિજય ઘોષ સાથે ૬૯-રાજકોટની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શ્રી મનસુખભાઇ જાદવભાઇ કાલરીયાએ ફોર્મ ભર્યુ હતું.

તેમણે પોતાના સોગંદનામા ૨૦૨૧-૨૨માં ૨ લાખ ૫૯ હજારનું રીર્ટન ભર્યું છે, પત્‍ની નીતાબેનના નામે ૨ લાખ ૮૦ હજાર તો પુત્ર પથિકના નામે ૧૫ લાખ ૩૧ હજારનું રીર્ટન દર્શાવ્‍યું છે. તેમની પાસે હાથ ઉપર દોઢ લાખ તો ધર્મપત્‍ની પાસે ૩ લાખ ૭૫ હજારની રોકડ છે, એક કાર અને એકટીવા સ્‍કુટર સહિત ૪ લાખ ૩૨ હજારની રોકડ - ગાડી - બચત છે, પત્‍ની પાસે ૧૦ તોલા સોનું છે. પત્‍નીના નામે ૪૨ લાખની જમીન અને ૧૦ લાખની દુકાન દર્શાવી છે.

આ ઉપરાંત પુત્ર પાસે ૨૦ લાખની જંગમ, ૪૦ લાખની સ્‍વ ઉપાર્જીત તથા ધર્મપત્‍ની પાસે ૮ લાખ ૮૪ હજારની જંગમ તથા ૫૨ લાખની સ્‍વ ઉપાર્જીત મીલકત છે. જ્‍યારે પુત્ર પથિકની ૧૭ લાખ ૬૬ હજારની લોન છે

(4:08 pm IST)