Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મ.ન.પા.ના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા કરતા શહેરી વિકાસ મંત્રી

રાજકોટ : ગુજરાત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઇ મોરડીયાએ ગઇકાલે તા.૧૪ ના રોજ રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની પ્રગતીની સમીક્ષા કરીહતી. આ બેઠકમાં મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ કમિશનરશ્રીઓ આશિષકુમાર, ચેતન નંદાણી અને એ.આર.સિંહ તેમજ રાજકોટ મહાનગરપાલીકાની વિવિધ શાખાઓના વડા ઉપસ્થિત રહ્યા હતા.

(5:17 pm IST)