Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

નડિયાદના ડભાણ રોડ પર GEBના કંપાઉન્ડમાં મૂકેલ લાખો રૂપિયાના એંગલોની ચોરીઃ ચકચાર

૨૩ દિવસ અગાઉ બનેલ ચોરી મામલે આજે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ

 

રાજકોટ,તા. ૧૫: નડિયાદના ડભાણ રોડ પર જી.ઇ.બી.ના કમ્પાઉન્ડમાં લોખંડની એંગ્લો રૂપિયા ૩ લાખ ૮૩ હજાર ૧૬૫ના મત્ત્।ાની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ડભાણ રોડ પર કલેકટર કચેરી નજીક જી.ઇ.બી.ની કચેરી આવેલી છે. આ કચેરીના કમ્પાઉન્ડમાં લોખંડની એંગલો રાખવામાં આવે છે. અહીંથી જુદા જુદા સ્થળે એંગલો જરૂરિયાત મુજબ મોકલવામાં આવે છે.

વીજ કંપનીના કમ્પાઉન્ડમાંથી ગત મહિનાની ૨૨મી ઓકટોબરના પહેલા કોઈ પણ સમયે કોઈ તસ્કરે લોખંડની ક્રોસ એંગલો નંગ ૩૫૪ તેમજ પરેલેલ એંગલો નંગ ૧૬૧ મળી કુલ નંગ ૫૧૫ કિંમત રૂપિયા ૩ લાખ ૮૩ હજાર ૧૬૫ની એંગ્લો ચોરી થઈ હતી.

લોખંડની એંગલો ચોરી થયાની જાણ જી.ઇ.બી.ના ઉચ્ચ અધિકારીઓને થતાં આ અંગે નાયબ ઇજનેર ચેતનભાઈ મનુભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે. જયારે વડી કચેરીએ આ અંગેની જાણ કરાયા બાદ ચોરી કરવા માટે જાણ કરવામાં આવતાં નાયબ ઈજનેરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(4:22 pm IST)