Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વાંક પરિવાર દ્વારા ક્રિષ્ના ગૌશાળામાં ભાગવત્ કથાનું ભવ્ય આયોજન

શનિવારથી કથારસ વરસશેઃ લોકડાયરો, દાંડિયા રાસ, શ્રીનાથજીની ઝાંકી, દેવ ડાયરાના આયોજનો : ૩૮ ગામોને ધૂમાડાબંધ આમંત્રણઃ હાલાર, મોરબી, માળિયા મચ્છુકાંઠાના આહીર સમાજ, આમરણ ચોવીસીને આમંત્રણોઃ સ્ટેજ પર ગોવર્ધન પર્વતનું દ્રશ્ય સર્જ્યુઃ બન્ને સમય મહાપ્રસાદઃ મવડી ચોકડીથી વાહન વ્યવસ્થાઃ દરેક શ્રોતા માટે સોફા કોઈ રાજકીય ઉદ્દેશ નથી, પિતૃ મોક્ષાર્થે આયોજનઃ વિજયભાઈ વાંક . ૮મીએ ૧૧ દીકરીઓના કન્યાદાન

મવડી-ક્રિષ્ના ગૌશાળામાં વાંક પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન થયું છે. પત્રકાર પરિષદની તસ્વીરમાં બાબુભાઈ વાંક, વિજયભાઈ વાંક, અજિતભાઈ વાંક, મયુરભાઈ વાંક, રમેશભાઈ વાંક, મહેશભાઈ વાંક, રાજુભાઈ વાંક, અઘાભાઈ વાંક, વિક્રમભાઈ વાંક, રાયધનભાઈ વાંક, કનાભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, પરેશભાઈ હરસોડા, જગદીશભાઈ સખિયા, દેવધનભાઈ માલા, મોહનભાઈ માલા વગેરે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૩)

રાજકોટ તા. ૧પ : મવડીમાં વાંક પરિવાર દ્વારા ભાગવત કથાનું અતિભવ્ય આયોજન થયું છે આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિજયભાઇ વાંકે જણાવ્યું હતું કે, આયોજન પાછળ કોઇ રાજકીય ઉપેક્ષા નથી પિતૃઓના મોક્ષાર્થે કથા યોજાઇ રહી છે નાત-જાતના ભેદભાવ વગર દરેકને આમંત્રણ અપાયા છે. મુસ્લિમ સમાજના લોકો પણ કથામાં પધારવાના છ.ે

રાજકોટ શહેરમાં સેવાકિય કાર્ય સાથે સંકળાયેલ વાંક પરિવાર દ્વારા એક ભવ્ય શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મવડી-પાળ રોડ પર આવેલ શ્રી ક્રિષ્ના ગૌશાળા ખાતે તા. ૧૭/૧૧/ર૦૧૮ થી ર૩/૧૧/ર૦૧૮ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશ.ે

સપ્તાહમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા રાજયના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી કેબીનેટ કક્ષાના મંત્રીઓ ધારાસભ્યો કોર્પોરેટરઓ ગુજરાત રાજયના આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે અને તેઓને ચકલીનો માળો કચ્છી શાલ તેમજ શિલ્ડથી સન્માન કરવામાં આવશે.

પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રી સાંદિપાનિ વિદ્યાનિકેતન પોરબંદરથી પ્રશિક્ષિત થયેલ ભાઇશ્રી શ્યામભાઇ ઠાકર દ્વારા તા.૧૭ થી ર૩ સુધી વ્યાસપીઠ પર બિરાજી પોતાની વાણી દ્વારા શ્રીમીદ્દ ભાગવત કથાનું ધર્મપ્રિય જનતાને રસપાન કરાવશે. તેમજ આ સપ્તાહમાં રાજકોટની સર્વ જ્ઞાતિને ભવ્ય આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. સપ્તાહ દરમિયાન બપોર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સપ્તાહ દરમિયાન રાત્રીના વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં દાંડિયારાસમાં જીજ્ઞેશભાઇ કવીરાજ, સંતવાણીમાં માયાભાઇ આહિર, દેવરાજભાઇ ગઢવી, વંદનાબેન દેવરાજભાઇ ગઢવી, જગમલભાઇ બારોટ, અનુભા ગઢવી, કુલદિપભાઇ ગઢવી, લાખાભાઇ કુંભરવાડીયા તથા માતાજીના ગુણગાનમાં હિતેશભાઇ રાવળ, જીતેષભાઇ રાવળ, ધર્મેશભાઇ રાવળ, ભરતભાઇ રાવળ, તેમજ માતુશ્રી રાણબાઇમાં રાસ મંડળી (લાતીપુર), શ્રીનાથજીની ઝાંખીમાં નિધિબેન ધોળકીયા, નિતીનભાઇ દેવકા, અમીબેન ગોસાઇ, તેજસભાઇ શિશાંગીયા તેમજ કલાકારો ઉપસ્થિત રહેશે.

આ સિવાય લોધીકા તાલુકાના ૩૮ ગામોનો જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ હાલાર પંથક, મોરબી-માળિયા, મચ્છુ કાંઠાના સમસ્ત આહીર સમાજ, આમરણ ચોવીસી તેમજ કાઠિયાવાડ રામોદ, પંથક, તેમજ આહિર સમાજના ગામને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છ.ે

રાજકોટના આ ઐતિહાસીક કાર્યક્રમ માટે આશરે ૧,પ૦,૦૦૦ ફુટથી વધુનો ડોમ એરિયા બનાવવામાં આવ્યો છે. અહિયા રાજકોટમાં સૌપ્રથમ વાર ગોવર્ધન પર્વતની કલાકૃતિ જોવા મળશે જેને બનાવવા માટે ઓરિસાથી ખાસ કારીગરો આવ્યા છ.ે અંદાજીત ૧પ,૦૦૦ ફુટ એરિયામાં ર૦૦ થી વધુુ મૂર્તિઓનું પ્રદર્શન થશે. નાના બાળકોને રમવા માટે ખાસ પ્લે એરિયાનું આયોજન કરવામાં આવ્યું છે  દરેક મુલાકાતીઓને બેસવા માટે સોફાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આરામથી આ પાવન પ્રસંગનો લાભ લઇ શકે.

આ સેવાકાર્યમાં ખાસ રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે. રસોઇ બનાવવા માટે રાજસ્થાનથી ૪૦૦ થી વધુ કારીગરો આવ્યા છે. અને બધી જ રસોઇ ગેસ સ્ટવને બદલે ભારતીય શૈલી પ્રમાણે પરંપરાગત ચુલા પર બનાવવમાં આવશે જેમાંથી દૈનિક આશરે ૧પ,૦૦૦ થી વધુ લોકો પ્રસાદીનો લાભ લેશે.

ર૦/૧૧/ર૦૧૮ ના રોજ કૃષ્ણ જન્મ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧પ૦ થી વધુ લોકો આહીર જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ પહેરેનીે તેની ઉજવણી કરશે તેમજ પરંપરા મુજબ રૂકમણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છ.ે

આ પર્વનો લાભ લેવા આવનાર મુલાકાતીઓ માટે મવડી ચોકડીથી કથા સ્થળ સુધીના પાંચ કિલોમીટરનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેથી કોઇને અગવડ ના પડે અને વ્યવસ્થા જળવાઇ રહે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પધારતા માટે મવડી નગર પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઇ રામસુરભાઇ વાંક, જીલુભાઇ રામસુરભાઇ વાંક, વોર્ડ નં. ૧રના કોર્પોરેટર અને ગુજરાત આહિર (યાદવ) સમાજના યુવા પ્રમુખ વિજયભાઇ બાબુભાઇ વાંક, સ્વ. બટુકભાઇ વાંક, નિલેશભાઇ બટુકભાઇ વાંક, અર્જુનભાઇ વાંક, વિક્રમભાઇ વાંક, પ્રકાશભાઇ વાંક, નિલેશભાઇ વાંક, મયુરભાઇ વાંક, તેમજ વાંક પરિવાર દ્વારા ધર્મપ્રિય જનતાને આમંત્રણ આપવામાં આવે છે. આ ઉપરાંત તા. ૮/૧ર/ર૦૧૮ ના રોજ ૧૧ મા-બાપ  વગરની અનાથ દીકરીઓને વાંક પરિવાર દ્વારા કન્યાદાન આપવામાંં આવશે.

વાંક પરીવાર દ્વારા ભજન અને ભોજન સાથે આ ભાગવત ગીતા જ્ઞાનયજ્ઞનું આયોજન પિતૃ મોક્ષ માટે કર્યું છે. તો આ મંગલ પ્રસંગે આપને આપના પરીવાર સહીત આવવા વિજયભાઇ તથા વાંક પરિવારે આમંત્રણ આપ્યું છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ

કાર્યક્રમ                  કલાકાર                             તારીખ

સંતવાણી :       શ્રી માયાભાઈ આહીર, શ્રી દેવરાજભાઈ ગઢવી,                    ૧૮-૧૧-૨૦૧૮

                 વંદનાબેન દેવરાજભાઈ ગઢવી      

દેવ-ડાયરો, 

માતાજીના ગુણગાન :  શ્રી હિતેષ રાવળ, શ્રી જીતેષભાઈ રાવળ, શ્રી ધર્મેશભાઈ રાવળ,

                     શ્રી ભરતભાઈ રાવળ તેમજ માતૃશ્રી રાણબાઈ, રાસ મંડળી-લતીપુર     ૧૯-૧૧-૨૦૧૮

દાંડીયારાસઃ         શ્રી જીજ્ઞેશભાઈ કવિરાજ તેમજ સાથી કલાકાર વૃંદ              ૨૦-૧૧-૨૦૧૮

શ્રીનાથજીની ઝાંખી-

આઠે સમાના દર્શનઃ         નિધિબેન ધોળકિયા, નિતીનભાઈ દેવકા, અમીબેન ગોસાઈ,

                   તેજસભાઈ શિશાંગીયા તેમજ સાથી કલાકાર વૃંદ         ૨૧-૧૧-૨૦૧૮

સંતવાણીઃ         શ્રી જગમલભાઈ બારોટ, શ્રી અનુભા ગઢવી (લોકસાહિત્યકાર),

                  શ્રી કુલદીપભાઈ ગઢવી, શ્રી લાખાભાઈ કુંભરવાડિયા               ૨૨-૧૧-૨૦૧૮

(4:12 pm IST)