Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જલારામ જન્મોત્સવ સમીતી દ્વારા ઉમંગભેર શોભાયાત્રાઃ ફલોટ વિજેતાઓ જાહેર

ફોર વ્હીલર્સમાં રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ અને રઘુવીર યુવા સેના વોર્ડ નં. ૧૪-૮ પ્રથમ સ્થાને નાના ફલોટમાં નરેન્દ્રભાઇ ખોલીયાનો ફલોટ પ્રથમ વિજેતા

રાજકોટઃ જલારામ જન્મોત્સવ સમીતી રાજકોટ આયોજીત શ્રી જલારામ શોભાયાત્રા આનંદ મંગલભેર સંપન્ન થયેલ. મહાઆરતી-મહાપ્રસાદનો હજારો જલારામભકતોએ લ્હાવો માણ્યો હતો. શોભાયાત્રાના બેસ્ટ ફલોટસનું પરીણામ જાહેર કરાતા ફોર વ્હીલર્સ ફલોટમાં બેસ્ટ (જલારામ બાપાના જીવંત પાત્રો), પ્રથમ ક્રમાંકે વોર્ડ ન. ૧૦ રઘુવંશી યુવા ગૃપ-રાજકોટનો ફલોટ હસ્તે પરેશભાઇ તન્ના તથા પ્રથમ ક્રમાંકે વોર્ડ નં. ૧૪ અને વોર્ડ નં.૮ રઘુવીર યુવા સેનાનો ફલેટ હસ્તે અમીતભાઇ અઢીયા. દ્વીતીય ક્રમાંકે સદગુરૂ પરીવાર ટ્રસ્ટનોફલોટ હ. દાનાભાઇ ડાંગર તથા ઇશ્વરભાઇ ખખ્ખર નો ફલોટ જલારામ બાપાના જીવન પાત્રો  શ્રૃંગાર,  તૃતીય ક્રમાંકે બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટનો ફલોટ હસ્તે કે.ડી.કારીયા (લાઇવ ગાયત્રીહવન) વિજેતા બનેલ. નાના ફલોટસમાં પ્રથમ ક્રમાંકે નરેન્દ્રભાઇ ખોલીયાનો ફલોટ આકર્ષક શ્રૃંગાર, દ્વિતીય ક્રમાંકે રઘુવંશી યુવા ગૃપ ડેરીલેન્ડ વિસ્તારનો ફલેોટ હ. રાજુભાઇ ચોટાઇ -જલારામ બાપાના જીવંત પાત્રો-શ્રૃંગાર, ભાવીનભાઇ કોટેચાનું જલારામ બાપાના જીવંત પાત્ર માટે સન્માન કરવામાં આવેલ. નિર્ણાયક તરીકે જશુમતીબેન વસાણીએ સેવા આપેલ. તમામ વિજેતા ફલોટસ હોલ્ડરોનું સન્માન જલારામ જન્મોત્સવ સમિતિના રમેશભાઇ ઠકક્કર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઇ છગ, વજુભાઇ વિઠલાણી, કલ્પેશભાઇ તન્ના, મયંકભાઇ પાઉ, મનીષભાઇ સોનપાલ,મનુભાઇ જોબનપુત્રા, રમણભાઇ કોટક, હિતેશભાઇ પોપટ, અજયભાઇ ઠકરાર, હિતેન્દ્રભાઇ વડેરા, ભાવિકભાઇ કોટેચા, રાજેશભાઇ, અશ્વિનભાઇ મીરાણી, દિલીપભાઇ રૂપારેલીયા, જશુબેન વસાણી તથા સર્વે જલારામ ભકતોના વરદ હસ્તે સન્માન કરાયું હતું. તથા અભિનંદન પાઠવવામાં આવેલ હતા. પંચનાથ મંદિરે મહાઆરતી સર્વ જલારામ ભકતો રઘુવંશી અગ્રણીઓ, મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ તથા પંચનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ૧૦૦૮ દિવડાની આરતી અતુલભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ. પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણ પાસે જલારામ બાપાની સંગીત સંધ્યા ધૂન-ભજનો ઝાંખી સતિષભાઇ કોટક તથા તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલ. જલારામ બાપાની ઝૂંપડીના દર્શને હજારો જલારામ ભકતો ઊમટી પડેલ પિયુષભાઇ કુંડલીયા, મનીષાબેન, જલારામ ઝૂંપડી બનાવેલ હતી. તથા પૂજય જલારામ બાપાની ખીચડી-કઢી-બુંદી-શાક-સંભારો ની પ્રસાદી પણ હજારો જલારામ ભકતોએ પંચનાથ મહાદેવ મંદિર પાસે લીધી હતી. સીવીલ હોસ્પીટલના લાભાર્થ રકતદાન શીબીર પણ યોજવામાં આવેલ જેમાં જલારામ ભકતોએ રકતદાન કર્યુ હતું. રસોડા કમીટીમાં કલ્પેશભાઇ તન્ના તથા તેની ટીમે જહેમત ઉઠાવેલ હતી. ભાવીનભાઇ કોટેચા, જલારામ બાપાના પાત્રમાં અનેરી જમાવટ કરેલ. શોભાયાત્રાનું પ્રસ્થાન સર્વ સંતગના હસ્તે  કરવામાં આવેલ સર્વ સંતોનું જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા અભિવાદન કરવામાં આવેલ.

(4:11 pm IST)