Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

બળજબરીથી લખાણ કરાવી લેવાના વ્‍યાજંકવાદની ફરિયાદમાં આરોપી નિર્દોષ

રાજકોટ તા. ૧પઃ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી બી. આર. રજપુતની કોર્ટ સમક્ષ ફરીયાદી પરેશભાઇ વિરેન્‍દ્રભાઇ ગોરવાડીયા એ કરેલ ફરીયાદ મુજબના ગુન્‍હાની ભારતીય દંડ સંહિતાની કલમ-૩૮૬, પ૦૬(ર), ૧૧૦ મુજબના ગુન્‍હા અન્‍વયેની ટ્રાયલ આરોપી-મયુર જગદિશભાઇ રાવલ ત્‍થા રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ બાબુભાઇ ખાખરીયા વિરુધ્‍ધ કેસ ચાલી જતાં કોર્ટે બન્‍ને આરોપીઓને નિર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે ફરીયાદી પરેશભાઇ ગોરવાડીયા દ્વારા રૂા. રર,૦૦,૦૦૦/- અંકે રૂપિયા બાવીસ લાખ વ્‍યાજે મયુરભાઇ રાવલ પાસેથી લીધેલા અને રાજુભાઇ ખાખરીયા પાસેથી પણ વ્‍યાજે નાણા લીધેલ જેથી બળજબરીથી જીવ જોખમમાં મુકી ફરીયાદી પાસેથી લખાણ કરાવી લીધેલી હોવા અંગે બી. ડીવી. પો. સ્‍ટે. સમક્ષ ફરીયાદ જાહેર કરેલ જેમાં ફરીયાદીની માલીકીની મિલ્‍કત-મકાન તથા દુકાન આરોપી એ બળજબરીથી લખાવી લીધેલાનો આક્ષેપ કરેલ.

બચાવપક્ષે થયેલ દસ્‍તાવેજો સબરજીસ્‍ટ્રાર કચેરીમાં કાયદેસર અવેજ ચુકવી નોંધણી કરાવેલ હોય અને ફરીયાદીની દુકાન મયુરભાઇને વેચાણ આપ્‍યા બાદ વપરાશ કરવા કરાર નોંધાવી આપેલ અને છ-માસ દુકાન વપરાશનો કરાર પુર્ણ થવા છતાં દુકાન ખાલી નહીં કરવાના હેતુથી ફરીયાદીએ ઉપજાવી કાઢેલ વ્‍યાંજકવાદની ફરીયાદ કરેલી હોય તેવું સ્‍પષ્‍ટ રીતે બચાવપક્ષ દ્વારા કોર્ટને દલીલ દરમીયાન જણાવેલ જે હકિકત ધ્‍યાને લઇ બન્‍ને આરોપી મયુરભાઇ રાવલ તથા રાજુભાઇ ખાખરીયાને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આરોપી તરફે ગોંડલીયા એસોસીએટસના એડવોકેટ જયેન્‍દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, હિતેન્‍દ્રગીરી ગોસ્‍વામી, વિરલ વડગામા, ભરત ડી. સીતાપરા સાહેબ રોકાયેલ હતા.

(3:56 pm IST)