Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સાળા દેણું થઇ જતા ગામ છોડી જતા ગુંદાવાડીના વેપારીને લેણદારોની ધમકી

કિશનભાઇ બુધવાણીએ એ ડીવીઝન પોલીસમાં લેખીત ફરિયાદ કરી

રાજકોટ તા. ૧પઃ સાળાને દેણું થઇ જતા ગામ છોડી જતા રહેતા તેના કારણે ગુંદાવાડીના વેપારીને લેણદારોએ ધમકી આપતા એ ડીવીઝન પોલીસ મથકમાં લેખીત ફરિયાદ કરી છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ શીવમ પાર્ક-૪ માં રહેતા અને લાખાજીરાજ રોડ પર કાપડનો વ્‍યવસાય કરતા કિશનભાઇ એચ. બુધવાણી (ઉ.વ. ૪પ) એ એ ડીવીઝન પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્‍યું છે કે, પોતે છેલ્લા ત્રણ વર્ષથી ગારમેન્‍ટના કાપડનો વેપાર કરે છે અને પોતાના સાળા આકાશ ઉર્ફે અકી તથા કપીલ જે બન્‍ને ગુંદાવાડી ખાતે ઓમ સાંઇ ક્રીએશન નામની દુકાન રાખી વેપાર કરતા હોઇ અને આ બંને સાળા જેના ઉપર દેણું થઇ જતા દુકાન બંધ કરી જતા રહેલ હોઇ અને આ બંને ભાઇઓએ રાજકોટના વેપારીઓ તથા અન્‍ય લોકો પાસેથી પૈસા લીધેલ હોઇ જેની ઉઘરાણી માટે પોતાની લાખાજીરાજ રોડ પર આવેલી દુકાને આ લોકો અવારનવાર આવતા હોઇ અને પૈસા બાબતે પરેશાન કરતા હોઇ, તેથી પોતે એ ડીવીઝન પોલીસ મથકમાં લેખીત ફરિયાદ કરતા પોલીસે તપાસ આદરી છે.

(3:55 pm IST)