Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રાજકોટ રાવલ સમાજનું આવેદનઃ વિચરતી વિમુકિત જાતિના ચેરમેનને પાણીચું આપોઃ મુ.મંત્રીને રજૂઆત

વિચરતી વિમુકિત જાતિના નિગમના ચેરમેનને હટાવવાની માંગણી સાથે રાજકોટના રાવલ સમાજે કલકટરને આવેદન પાઠવ્યું હતું.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૫: સમસ્ત રાવલ સમાજ રાજકોટના અગ્રણીઓએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી વિચરતી વિમુકિત જાતિના ચેરમેનશ્રીના અન્યાયી વલણ સામે પગલા લેવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ છે કે રાજકોટના સામાજિક સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેવાડના માનવીને મુખ્યધારામાં લાવવા માટે વિચરતી વિમુકિત જાતિનુ નિગમ બનાવવામાં આવેલ છે, તેમાં હાલમાં નિમાયેલ ચેરમેનનું વલણ -વ્યવહાર-વર્તન અન્યાયપૂર્ણ અને એકતરફી છે. તેમના દ્વારા મનસ્વી રીતે અમુક લોકોને જ લાભાંકિત કરવામાં આવે છે.

વિચરતી વિમુકિત જાતિમાં ૨૮થી વધુ જાતિના લોકોનો સમાવેશ થાય છે, ચેરમેનશ્રી એક જાતિના લોકોને લાભો આપે છે. આથી ચેરમેનશ્રીને આ નિગમમાંથી રૂખસદ આપી. અન્ય તમામ ૨૭થી વધુ જાતિ સાથે ન્યાય કરશો તેવી માંગણી આવેદનમાં કરાઇ હતી.

(3:49 pm IST)