Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

બુધવારે ઇદે-મીલાદ : પૈગમ્‍બર જયંતિ ઉજવવા થનગનાટ

લતે લતે ચાલી રહેલા ૧ર દિ'ના વાઅઝ : ઝંડાનો શણગાર-મકાનો ઉપર રોશની : મસ્‍જીદ મદ્રેસાઓમાં ઝળહળાટ : : આ વખતે રજાના દિવસે બુધવારે જ ઇદ હોવાથી જુલૂસમાં જોડાવવા શ્રમિક વર્ગમાં ભારે ઉત્‍સાહ

રાજકોટ તા. ૧૫: ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક અને મહાન અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબની જન્‍મ જયંતિ આવતા બુધવારે ઉજવવામા આવનાર છે. આ માટે મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

અત્રે  એ નોંધનીય છે કે, પૈગમ્‍બર સહેબની જન્‍મ જયંતિ દર વર્ષે ‘ઇદે મીલાદ'ના સ્‍વરૂપમાં ઉજવવામા આવે છે. અને એ દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧૨મી તારીખે ઉજવાય છે.

આ વખતે ગત શુક્રવારે સાંજે ચંદ્રદર્શન થતા શનિવારથી આ મહીનો શરૂ થતા આગામી બુધવારે રાજકોટ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમા ‘ઇદે મિલાદ' ભવ્‍યતાથી ઉજવાશે.

બીજી તરફ આ વખતે ‘ઇદે મિલાદ' બુધવારના દિવસે ઉજવવામા આવનાર હોય રાજકોમાં ‘શ્રમિક વર્ગ'ને બુધવારનો દિવસ રજાનો દિવસ હોઇ શ્રમિક વર્ગની સંખ્‍યા આ દિવસે નિકળનાર જુલૂસમાં બમણી થઇ જશે જેના લીધે શ્રમિક વર્ગમાં ઇદનો અનેરો ઉત્‍સવ પ્રવર્તી રહ્યો છે.

જો કે ગત શુક્રવારે ભાઇબીજની સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રિથી ઇદેમિલાદનો ઉત્‍સાહ ચોતરફ ફેલાઇ જવા પામ્‍યો છે. અને ગામે ગામ લતેલતે એ રાત્રિથી જ ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની આગામી મંગળવારના રાત્રિના પૂર્ણાહુતિ થનાર છે.

ખાસ કરીને ઇસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઇદ હોઇ જેને ઇદે મિલાદ  કહેવામા આવે છે. અને તેમા પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાવના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલૂસ કાઢવામા આવે છે અને તેમા મુસ્‍લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં આગામી બુધવારે સવારના સમયે જુલૂસ નીકળનારા છે. એ પૂર્વ મંગળવારે રાત્રિના મોડી રાત સુધી મસ્‍જીદોમાં મીલાદ-વાઅઝ-કુર્આન ખ્‍વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્‍બર સાહેબના જન્‍મ સમયે બુધવારે વ્‍હેલી સવારે પ.૪૫  વાગ્‍યે દરેક મસ્‍જીદોમાં ‘સલામી' અર્પિત કરી પૈગમ્‍બર સહેબના જન્‍મોત્‍સવને વધાવવામા આવશે.એ પૂર્વે દરેક મસ્‍જીદોમાં પરોઢિયે પાંચ વાગ્‍યાથી મીલાદ શરીફ પઢવામા આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં ૬.૩૦ વાગ્‍યે મીઠાઇ-નિયાઝ વિતરણ કરવામા આવશે.આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્‍લિમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે મુસ્‍લિમ સમાજના મકાનો ઉપર રોશની-શણગાર કરવામા આવ્‍યો છે. મસ્‍જીદ-મદ્રેસા-દરગાહોને શણગારવામાં આવ્‍યા છે અને ચોતરફ ઝંડા લ્‍હેરાવવામા આવ્‍યા છે.ગત શનિવારથી મુસ્‍લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્‍સવ ચાલી રહ્યો છે ત્‍યારે આગામી બુધવારે યોજાનાર જુલૂસને સફળ બનવવા પણ મુસ્‍લિમ સમાજમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. આ તકે મુસ્‍લિમ સમાજ જડબેસલામ બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે જે માટે પણ તેૈયારીઓ ચાલી રહી છે.

સેવાકાર્યો સાથે ઇદે મીલાદ

રાજકોટ, તા. ૧૫: મુસ્‍લિમસમાજ દ્વારા ઇદે મિલાદુન્નબીની ઉમંગભેર ઉજવણી કરવામાં ઇદે મિલાદની ઉજવણી નિમિતે શહેરમાં વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવશે. જેમાં માનસિક દિવ્‍યાંગોને ભોજન કરવામાં આવશે. જેમાં માનસિક દિવ્‍યાંગોને ભોજન, હોસ્‍પિટલમાં ફ્રૂટ વિતરણ, ગાયને ઘાસચારો સહિતનો સમાવેશ થાય છે. મુસ્‍લિમ વિસ્‍તારોમાં અંત્‍યારથી રોશનીનો શણગાર કરવામાં આવ્‍યો છે. ઉપરાંત મસ્‍જિદ તેમજ મુસ્‍લિમ વિસ્‍તારોમાં મિલાદ સહિતના કાર્યક્રમો દરરોજ યોજાઇ રહ્યા છે. જયારે ઇદે મિલાદની ઉજવણીમાં શહેરમાં ભવ્‍ય ઝુલૂસ મુખ્‍ય માર્ગો પર ફરશે. સહિતના સેવાકાર્યો પણ મેડિકલ કેમ્‍પ, ચીકી, વિતરણ થશે. ઉપરાંત અનેક સ્‍થળોએ ન્‍યાઝનું આયોજન કરાયું છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદે મિલાદના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. શહેરના દુધની ડેરી, જંગલેશ્વર, બાબરિયા કોલોની, ખોડિયારપરા, ગોકુલનગર, થોરાળા, કોઠારિયા સોલવન્‍ટ, મનહરપરા, ભગવતીપરા, રામનાથપરા, ઘાંચીવાડ, બાપુનગર તથા સદર વિસ્‍તારમાંથી રૈયાગામ, નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, સદરબજાર, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, પોપટપરા, ભીસ્‍તીવાડ, મોચી બજાર વગેરે વિસ્‍તારોમાંથી ઝૂલૂસ નિકળશે.

 

વાઅઝ શરીફના જલ્‍સા

રાજકોટ તા. ૧પ : ઇદે મીલાદની ૧ર દિ'ની ઉજવણી નિમિતે રાજકોટ શહેરમાં લતે લતે ૧ર દિ' ના વાઅઝના કાર્યક્રમો યોજાયા છે. જેમાં સૌથી શ્રેષ્‍ઠ જલ્‍સો પંજેતની સબિલ કમીટી દ્વારા રામનાથપરા હુસેની ચોકમાં યોજાયો છે.

જેમાં તા. ૧૬ સુધી નવ યુવાન વકતા હઝરત મૌલાના નૌમાન અખ્‍તર ફાઇકુલ જમાલી (નવાદા-બિહાર) તકરીર કરી રહ્યા છે. જયારે તા. ૧૭ થી ર૦ સુધી હઝરત મૌલાના મુફતી નિઝામુદદીન નૂરી (બ્રાઉન શરીફ - યુ.પી.) પુરજોશ તકરીર કરનાર છે.

આ ઉપરાંત રઝાનગર મેઇન રોડ ઉપર મદ્રેસાએ રઝાએ નૂર પાસે ૧ર દિ' માટે હઝરત મૌલાના ઉબૈદુલ્લાહ હૈદરી  નકશબંદી (રાજસ્‍થાન) તકરીર કરી રહ્યા છે. જયારે રૈયામાં પણ ૧ર દિ'નો વાઅઝનો જલ્‍સો યોજાયો છે.

આ ઉપરાંત તા. ર૩ ના રાત્રે કરીમપુરા મસ્‍જીદ પાસે બંગાલી સુન્ની મુસ્‍લિમ કમીટી દ્વારા હઝરત મૌલાના સૈયદ મોહંમદ સલમાન અશરફ સાહબ (જાઇસ શરીફ -યુ.પી.) નો વાઅઝનો કાર્યક્રમ યોજાયો છે.

આ ઉપરાંત તા. ૧૯ અને ર૦ ના રાત્રે પીરવાડીની બાજુમાં કોઠારીયા ચોકડી પાસે રાહે હકક નિયાઝ એન્‍ડ સબિલ કમીટી દ્વારા સૈયદ સિકંદરબાપુ રઝવીની તકરીરનો કાર્યક્રમ યોજાયો છે.

(3:45 pm IST)