Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

લોહાણા મહાજન ચૂંટણી સમિતિની અગત્યની બેઠક મળી

આર્બીટ્રેટર, સમિતિના છ સભ્યો, કાર્યવાહક પ્રમુખ તથા ચૂંટણી અધિકારી હાજર રહ્યા

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ લોહાણા મહાજન ચૂંટણી સમિતિની આજરોજ અગત્યની મિટીંગ મળી હતી. જેમાં કોર્ટ દ્વારા નિમાયેલ લોહાણા મહાજન રાજકોટના આર્બીટ્રેટર માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રા, સમિતિના તમામ છ સભ્યો વિણાબેન પાંધી, હિરાભાઇ માણેક, નવીનભાઇ ઠક્કર, રામભાઇ બચ્છા, એ. ડી. રૂપારેલ તથા અનિલભાઇ વણઝારા, લોહાણા મહાજન રાજકોટના પ્રવર્તમાન કાર્યવાહક પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી તથા ચૂંટણી અધિકારી ડો. પુરૂષોતમભાઇ પીપરીયા હાજર રહ્યા હતાં.

મહાજન સમિતિના હોદેદારો, કારોબારી તથા મંદિર સમિતિની ચૂંટણી પ્રક્રિયા આગામી રવિવારે તા. ૧૮-૧૧-ર૦૧૮ ના રોજ લોકશાહી ઢબે કાયદાની મર્યાદામાં રહીને થાય તે માટે જરૂરી તંત્ર ગોઠવવા સંદર્ભે બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે તડામાર ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત ચૂંટણી અધિકારી ડો. પુરૂષોતમભાઇ પીપરીયાને વ્યાજબી સૂચનો પણ કરવામાં આવ્યા હતાં.

સફળતાપૂર્વક સંપન્ન થયેલ બેઠકનાં અંતમાં નકકી કરવામાં આવ્યાનું જાણવા મળે છે કે  કે ચૌધરી હાઇસ્કુલ ખાતે ૧૮-૧૧-ર૦૧૮, રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યે મળનાર સંયુકત મીટીંગમાં નવનિયુકત મહાજન સમિતિના સભ્યો તથા ચેરીટી કમિશનર કચેરીમાં નોંધાયેલ  પ્રવર્તમાન મહાજન સમિતિના ૧પ  સભ્યો ઉપસ્થિત રહેશે અને આ સર્વે  મહાનુભાવો મિટીંગ હોલમાં પ્રવેશપાત્ર રહેશે. વ્યવસ્થાના ભાગરૂપે પ્રવેશદ્વાર ઉપર  લીસ્ટમાં નિર્દિષ્ટ સભ્યોને પ્રવેશ પાસ ઇસ્યુ કરીને પ્રવેશ આપવામાં આવશે.

(3:43 pm IST)