Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

નવનિયુકત લોહાણા મહાજન સમિતિ અને માત્ર નોંધાયેલી મહાજન સમિતિના ૧પ વર્તમાન સભ્યોની સંયુકત મિટીંગ

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ રાજકોટની હાલના રેકર્ડ ઉપરના મહાજન સમિતિના સદસ્યો અને નવી ચૂંટાયેલ મહાજન સમિતીની સંયુકત બેઠક નીચે નિર્દિષ્ટ સ્થળે, સમયે યોજવામાં આવી છે.

આ બેઠકમાં હાલના રેકર્ડ ઉપરના મહાજન સમિતીના સદસ્યો એજન્ડાની આઇટમ ૧ થી ૪ માટે ચર્ચા વિચારણા કરી શકશે અને મત આપી શકશે. જયારે લોહાણા મહાજન સમિતીના નવા ચૂંટાયેલા સદસ્યો એજન્ડાની આઇટમ નં.ર છોડીને એજન્ડાની તમામ આઇટમ ઉપર ચર્ચા વિચારણા કરી શકશે અને મત આપી શકશે.

તારીખઃ ૧૮-૧૧-ર૦૧૮ (રવિવાર) સમય : સવારે ૧૦:૦૦ કલાકે

સ્થળ : ચૌધરી હાઇસ્કુલ, સેન્ટ્રલ હોલ, ગ્રાઉન્ડમાંથી પ્રવેશ, કસ્તુરબા રોડ, રાજકોટ

એજન્ડા

૧. આજની સભાના સભાપતી તરીકેની વરણી.

ર.  ગત મીટીંગની મીનીટસનું વાંચન.

૩. મહાજન સમિતીની ચૂંટણીનો અહેવાલ.

૪. મહાજન સમિતીના બિનહરીફ ચૂંટાયેલા સભ્યોની નોંધ.

પ. રા.લો.મા. ટ્રસ્ટના બંધારણની કલમ ૧ર (ર) મુજબ ૩ વર્ષ માટે મહાજન પ્રમુખની ચૂંટણી.

૬  આજની સભામાં નવા ચૂંટાયેલા મહાજન પ્રમુખ આજની સભામાં સભાપતિ તરીકે સ્થાન ગ્રહણ કરવા અંગે.

૭. રા.લો.મા. ટ્રસ્ટના બંધારણની કલમ ૧ર(ર) મુજબ ૩ વર્ષ માટે મહાજન ઉપપ્રમુખની ચૂંટણી.

૮. રા.લો.મા. ટ્રસ્ટના બંધારણની કલમ ૧ર(ર) મુજબ ૧ વર્ષ માટે (ર) બે સંયુકત મંત્રીઓની ચૂંટણી.

૯. રા.લો.મા. ટ્રસ્ટના બંધારણની કલમ ૧ર(ર) મુજબ ૧ વર્ષ માટે (૧) એક ઓડીટરની ચૂંટણી.

૧૦.    રા.લો.મા. ટ્રસ્ટના બંધારણની કલમ ૧ર(૫) મુજબ ર (બે) સ્ત્રી/ મહિલા અનામત સહિત ર૧ સભ્યોની કારોબારી સમિતીની ચૂંટણી.

૧૧.    રા.લો.મા. ટ્રસ્ટના બંધારણની કલમ ૧ર(૫) મુજબ ૧૧ (અગીયાર) સભ્યોની મંદિર સમિતીની ચૂંટણી.

૧ર.     પ્રમુખ સ્થાનેથી જે રજુ થાય તે.

સ્થળ : રાજકોટ, તારીખ : ૧૩-૧૧-ર૦૧૮

કાશ્મીરાબેન નથવાણી (કાર્યવાહક મહાજન પ્રમુખ)

-: ચૂંટણી સમિતી :-

વિણાબેન પાંધી, હિરાભાઇ માણેક, નવિનભાઇ ઠક્કર,રામભાઇ બરછા, એ.ડી. રૂપારેલ, અનિલભાઇ વણઝારા.

(3:43 pm IST)