Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સામાકાંઠે પાઇપ લાઇનમાં ભંગાણઃ પાણીની રેલમછેલ

રાજકોટઃ શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગર વિસ્તારમાં કેબલ કામના કારણે વિસ્તારની પાણી વિતરણ લાઇનમાં કુહાડી લાગતા રસ્તા પર પાણીની રેલમછેલ થવા પામી હતી. આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના સંબંધીત વિભાગને જાણ થતા યુદ્ધના ધોરણે આ પાઇપ લાઇન રીપેર કરવામાં આવી હતી. આ સંતકબીર રોડ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરાયું હોવાનું સીટી ઇજનેર ચીરાગ પંડયાએ જણાવ્યું હતું. ઉપરોકત તસ્વીરમાં પાણી લાઇનમાં ભંગાણ થયાનું નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)