Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સિવિલ હોસ્પિટલમાં લાઇટના ધાંધીયાથી એકસે-રે સહિતના વિભાગોમાં દેકારો

કોમ્પ્યુટર ઠપ્પ થતાં કેસ કાઢવામાં વિલંબઃ એકસ-રે કઢાવવા કલાકો સુધી દર્દીઓને રાહ જોવી પડી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી કોઇને કોઇ કારણોસર દર્દીઓ અને તેના સ્વજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે. ગઇકાલે ટોકન સિસ્ટમમાં એરર આવતાં કેસ કઢાવવા માટે ટોકનની રાહ જોઇ રહેલા દર્દીઓ અને તેના સ્વજનો કલાકો હેરાન થયા હતાં. ત્યાં આજે સવારે આઠ વાગ્યાથી લાઇટ ગૂલ થઇ જતાં ફરીથી દર્દીઓને હેરાનગતી સહન કરવાની વેળા આવી હતી. સાડા અગિયાર સુધી લાઇટ આવ-જા કરતી હોઇ એકસ-રે નહિ નીકળી શકતાં તેમજ કેસ કાઢવામાં પણ મુશ્કેલી ઉભી થતાં દર્દીઓ અને તેમના સગાઓમાં દેકારો મચી ગયો હતો. બપોરના સાડા બાર સુધી વિજતંત્ર દ્વારા રિપેરીંગ ચાલતું હોઇ લાઇટની આવ-જાને કારણે ખાસ કરીને એકસ-રે વિભાગમાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ કારણે દર્દીઓની કતારો જામી ગઇ હતી જે તસ્વીરોમાં જોઇ શકાય છે. સંબંધીતોને જાણ થતાં તાકીદે વિજતંત્રને જાણ કરી દર્દીઓની મુશ્કેલી દુર કરવા પ્રયાસો કર્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)