Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ભ્રષ્ટાચારની ગંધ...

કોર્પોરેશનની આવાસ યોજનામાં દિવાલ-સિકયોરીટી રૂમ માત્ર કાગળીયામાં જ !!

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બનેલી આવાસ યોજનાની સ્થળ મુલાકાત દરમિયાન બાંધકામનાં ગોટાળાનો ભાંડો ફોડતાં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરઃ મ્યુનીસીપલ કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૧૫: શહેરના વોર્ડ નં. ૧૩ ના સમ્રાટ ઇન્ડ એરીયામાં આવેલ વીર નર્મદ આવાસ યોજનાના વિવિધ પ્રશ્ને વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવતા બાંધકામના ગોટાળાનો ભાંડો ફુટયો હતો. આ અંગે યોગ્ય કરવા મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીને રજુઆત કરી હતી.

આ અંગે વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે મ્યુનિસીપલ કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં. ૧૩માં આવેલ વીર નર્મદ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ગંધ સ્થળની મુલાકાત લેતા અને કોર્પોરેશન દ્વારા જે આવાસ યોજનાનું બ્રોસર આપવામાં આવેલું છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ એરીયા બાજુ આશરે ર૦૦ થી રપ૦ ફુટની દિવાલ જે આવાસ યોજના માં કોન્ટ્રાકટરે બનાવવાની હોય પરંતુ એ દિવાલ બનાવેલ જ નથી. વધુમાં શ્રી જાગૃતીબેન એ  જણાવ્યું હતું કે આવાસ યોજનાની  બાજુમાં કારખાનું આવેલ છે. તેમના માલીકની પુછપરછ કરતા તેઓએ કારખાનેદારની દિવાલ છે. જયારે કોર્પોરેશન દ્વારા જે દિવાલ ઉભી કરવાની હોય તે દિવાલ ઉભી કરેલ જ નથી. આ ઉપરાંત આવાસ યોજનાની પત્રીકાની અંદર દર્શાવેલ સિકયોરીટી રૂમ ગાયબ છે. આ જોતા કોન્ટ્રાકટર અને અધિકારીની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિજીલન્સ તપાસ કરાવી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(3:30 pm IST)