Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર્સના રિસર્ચ પેપર ઓડિશા ખાતે આયોજીત મીડિયા કોન્કલેવમાં પસંદગી

પાર્થ પટેલ, હિતાંશી શાહ, નેત્રી ત્રિવેદી, જીત ધોળકીયા પેપર રજૂ કરશે

રાજકોટ,તા.૧૫: ઓડિશાના પાટનગર ભુવનેશ્વર ખાતે આગામી ૨૧ થી ૨૩ નવેમ્બર દરમિયાન મીડિયા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી મીડિયા સાથે સંકળાયેલા લોકો અને મીડિયાના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ મીડિયા મહાકુંભ જેવો મીડિયા કોન્કલેવમાં ગુજરાત યુનિવર્સિટીના ચાર રિસર્ચ સ્કોલર્સના રિસર્ચ પેપર પસંદગી પામ્યા છે અને તેઓ ભુવનેશ્વર ખાતે પોતાના રિસર્ચ પેપર રજૂ કરવા જશે.ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં પીએચ.ડી.  કરી રહેલા પાર્થ પટેલ, હિતાંશી શાહ, નેત્રી ત્રિવેદી અને જીત ધોળકિયા આ મીડિયા કોન્કલેવમાં પોતાના મીડિયાને લગતા વિવિધ વિષયો પર રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરશે.

ડિપાર્ટમેન્ટના હેડ ડો.સોનલ પંડ્યા અને અન્ય માર્ગદર્શક ડો.દ્રષ્ટિ પટેલના માર્ગદર્શન હેઠળ આ ચાર રિસર્ચના વિદ્યાર્થીઓએ રિસર્ચ પેપર તૈયાર કર્યા છે, જેની આ કોન્કલેવમાં પસંદગી થઈ છે.

આ મીડિયા કોન્કલેવને ઓડિશાના રાજયપાલ પ્રો.ગણેશી લાલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવશે. આ પ્રસંગે વિવિધ મહાનુભાવો જેવા કે લોકસભાના સાંસદ ભતૃહરિ મેહતાબ, ઉત્કલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.એસ.એમ. પટનાયક, આઈઆઈએમસીના ડીજી કે.જી.સુરેશ સહિત ભારતની વિવિધ યુનિવર્સિટીના મીડિયા વિભાગના વડા તેમજ વાઈસ ચાન્સેલર ઉપસ્થિત રહેશે.

(2:41 pm IST)