Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

આહીર રેજીમેન્ટની માંગ સાથે રવિવારે અમદાવાદમાં મહાસંમેલન

જીએમડીસી ગ્રાઉન્ડમાં ગામો ગામથી આહીર સમાજ ઉમટી પડશે : આહીર સમાજના તમામ સંગઠનો, સંસ્થાઓ એક મંચ પર

રાજકોટ તા. ૧૫ : દેશભરમાં આહીર યાદવોની વસ્તી અંદાજીત ૨૫ થી ૨૬ કરોડ થવા જાય છે. ત્યારે આટલી મોટી સંખ્યા ધરાવતા આહીર સમાજને ભારતીય સેનામાં રેજીમેન્ટ મળી ન હોય ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. સેનામાં આહીર રેજીમન્ટની માંગણીને દોહરાવવા આગામી તા. ૧૮ ના રવિવારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલનનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે ભારતીય સેનામાં પણ આહીર યાદવ સમાજની સંખ્યા મોટી છે. તમામ યુધ્ધમાં વધારે બલિદાનો આહીર યાદવ સમાજે આપેલ છે. પ્રથમ વિશ્વયુધ્ધ, બીજુ વિશ્વયુધ્ધ, બડગાવ, ગોવા સેલીબ્રેશન હોય કે રેજાંગલાનું યુધ્ધ હોય આ તમામ યુધ્ધ સમયે આહીરોએ પોતાનું લોહી રેડી શહાદતો વહોરી છે. અક્ષરધામ બોમ્બ હુમલો હોય કે મુંબઇ બ્લાસ્ટની ઘટના હોય આમાં પણ આહીર જવાનોના બલિદાનો બોલી રહ્યા છે. ત્યારે કોઇપણ ભોગે આહીર સમાજે દેશ માટે આપેલા બલિદાનોનું ઋણ ચુકવવા આહીર રેજીમેન્ટ ફાળવવા માંગણી ઉઠાવવામાં આવી છે.

ઇતિહાસમાં પ્રથમ ગણી શકાય તેવી  એક ઘટનામાં હયાત વ્યકિતને પરમવીર ચક્ર આપાયો તે યોગેન્દ્ર યાદવ તેમજ વિકટોરીયા ક્રોસ મેડલનો હકદાર પણ આહીર યાદવ સમાજ બની ચુકયો છે.

આમ તો છેલ્લા ૭૦ વર્ષથી આ માંગણી દોહરાવવામાં આવી રહી છે. ગામો ગામ રેલી, મીટીંગો બાદ હવે આગામી તા. ૧૮ ના રવિવારે બપોરે ર વાગ્વ્યે જીએમડીસી મેદાન, અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન થયુ છે. જેમાં આહીર સમાજના તમામ સંગઠનો, વડીલો, યુવાનો, એક મંચ પર આવી આહીર રેજીમેન્ટનો સુર બુલંદ કરશે.

આહીર સમાજના લોકોએ ૧૮ મીએ અમદાવાદ ઉમટી પડવા આહીર હેમત લોખીલ (મો.૯૯૭૯૭ ૧૭૭૦૫), આહીર ખોડુભાઇ સેગલીયા (મો.૮૯૮૦૬ ૨૭૦૫૦), આહીર વિક્રમભાઇ બોરીચા (મો.૮૮૬૬૮ ૮૨૭૦૦) એ જાહેર અનુરોધ કરેલ છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:40 pm IST)