Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમોને વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાની તક

માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની સ્કીમનો લાભ મળર્શેી

રાજકોટઃ નવેમ્બર – દર વર્ષની માફક આ વર્ષે પણ ગાંધીનગર મુકામે વાયબ્રન્ટ સમિટ -૨૦૧૯ આગામી તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યેાજાનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેનાર એમ.એસ.એમ.ઇ. એકમોને માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ સ્કીમનો લાભ મળશે. આ લાભ મેળવવા માટે એકમોએ ઔધોગિક એસેાસીએશન/ ચેમ્બર એફ કોમર્સ/ ફેડરેશન મારફત અરજી કરવાની રહેશે. એક એસેાસીએશન/ ચેમ્બર એફ કોમર્સ/ ફેડરેશન તરફથી ઓછામાં ઓછા પાંચ એકમોએ ભાગ લીધેલહોવો જરૂરી છે. માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ સ્કીમનો લાભ લઇને પ્રદર્શનમાં ભાગ લેનાર એમ.એસ.એમ.ઇ. એકમોને સ્ટોલ (ડોમ નં-૧૪) ભાડુ રૂ. ૨૫૦૦ + GST સ્કવેર મીટર દીઠ રહેશે.

આ સમિટમાં વ્યકિતઓ સ્વતંત્ર રીતે ભાગ લેવા ઇચ્છતી હોય તે વ્યકિતઓએ વાયબ્રન્ટ ગુજરાત વેબ સાઇટમાં રજિસ્ટ્રેશન http:// registration. vibrantgujarat.com/individualregistration લીંક  પર કરવાનું રહેશે. જે રજિસ્ટ્રેશન વીના મુલ્યે છે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટના જનરલ મેનેજરશ્રી ડી.એસ. પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.

(2:33 pm IST)