Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઢેબર કોલોની પાસે રહેતાં પ્રતાપ સોલંકીએ સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો

ચારેક માસ પહેલા બંને સાથે નીકળી ગયા ત્યારે હોટેલમાં શરીર સંબંધ બાંધ્યો'તોઃ પરમ દિવસે ફરીથી સગીરા ગૂમ થતાં ફરિયાદ નોંધાવી અને વિગતો બહાર આવીઃ આરોપી હાથવેંતમાં

રાજકોટ તા. ૧૫: શહેરની ઢેબર કોલોની પાસે રહેતાં અને પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતાં પ્રતાપ પૃથ્વીસિંહ સોલંકી નામના શખ્સ સામે ૧૭ વર્ષ અને ૧૦ માસની વય ધરાવતી સગીરાનું ત્રણેક માસ પહેલા અપહરણ કરી જઇ એક હોટેલમાં તેની સાથે શરીરસંબંધ બાંધી લીધો હોઇ તેણીના પિતાએ ભકિતનગર પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણ, બળાત્કારનો ગુનો નોંધી પ્રતાપને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી પ્રતાપ સોલંકી સામે પોલીસે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે ૧૩/૧૧ના રાત્રે દસેક વાગ્યે પોતે પત્નિને લઇ સાળાના ઘરે ગયા હતાં. રાત્રે સવા અગિયારેક વાગ્યે પરત આવ્યા ત્યારે ૧૭ વર્ષ ૧૦ માસની વય ધરાવતી દિકરી ઘરમાં જોવા મળી નહોતી. તેની બહેનપણીઓને તથા બીજા સગાને પુછતાછ કરવા છતાં પત્તો ન મળતાં અગાઉ તેણી પ્રતાપ સોલંકી સાથે જતી રહી હોઇ એ છોકરાના ઘરે જઇ તપાસ કરતાં તે પણ જોવા મળ્યો નહોતો. બાદમાં તે મળ્યો હતો અને તેને પુછતાછ તેેણે કહ્યું હતું કે તેના ભાઇ અને બહેન અમદાવાદ જતાં હોઇ તેના ભેગી તમારી દિકરી ગઇ છે. આથી ફોન કરતાં તેણી ચોટીલા પહોંચી હોઇ ત્યાં જ ઉતરી જવા કહેતાં તે ત્યાં ઉતરી ગઇ હતી.

એ પછી પોતે અને પરિવારજનો ચોટીલા ગયા હતાં અને ત્યાંથી તેણીને ઘરે લાવ્યા હતાં. તેણીએ હવે તમારી ઘરે રહેવું નથી તેમ  પણ કહ્યું હતું. એ પછી તેણીએ ઘરે આવી વાત કરી હતી કે આજથી ચારેક મહિના પહેલા પણ પ્રતાપ સાથે તેણી ઘરેથી નીકળી ગઇ હતી તે વખતે શિવશકિત હોટેલમાં લઇ જઇ લગ્નની વાત કરી શરીર સુખ માણ્યું હતું. તેણીએ ઘરમાં રહેવાની ના પાડી નારી સુરક્ષા ગૃહમાં જવાનું કહેતાં પોલીસે તેણીને ત્યાં મોકલી છે.

ભકિતનગરના પીે.એસ.આઇ. પી. એમ. ધાખડા, બી. બી. કોડીયાતર, નિલેષભાઇ સહિતે સગીરાના પિતાની ફરિયાદ પરથી વિશેષ કાર્યવાહી કરી છે.

(2:32 pm IST)