Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રાજકોટ જીલ્લામાં ૮ સ્‍થળે મગફળી ખરીદીનો પ્રારંભઃ પ્રારંભમાં સેમ્‍પલ લેવાયા :જડબેસલાક બંદોબસ્‍ત : ચકાસણી

એડી. કલેકટર દ્વારા દરેક સ્‍થળો ઉપરથી રીપોર્ટ લેવાયા : કોઇ ઘટના નથીઃ ત્રણ મહિના ચાલશે

રાજકોટ, તા. ૧પ : મગફળીના ગગડી રહેલા ભાવોમાં ખેડૂતોને આર્થિક પાયમાલથી બચાવવા માટે સરકારે રૂા. ૧૦૦૦ના ભાવે મગફળી ખરીદારી શરૂ કરવામાં આવી છે.

આજે સવારે ૧૦ વાગ્‍યાથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ૭૬ કેન્‍દ્રો ઉપર મગફળીની ખરીદારી કરવામાં આવશે. જે ખેડૂતે નોંધણી કરાવી છે તેની પાસેથી ૧પ કવીન્‍ટલ માલની ખરીદારી ટેકાના ભાવે કરવામાં આવશે. કયાં તાલુકામાંથી કેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવી તેની પણ સ્‍પષ્‍ટતા કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી એક લાખ મેટ્રીક ટન મગફળી ખરીદારીનો અંદાજ આપવામાં આવ્‍યો છે. માલ ખરીદારો થાય તેમાં ર ટકા સુધી કચરાનું પ્રમાણ ચલાવાશે પણ તેનાથી વધારે કચરો દેખાશે તો માલ રિજેકટ કરી દેવામાં આવશે. માલની ખરીદારી વખતે ૩ સેમ્‍પલ લેવામાં આવશે. સાથો સાથ માલ સ્‍ટોર કરાશે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા અને ચોકીદાર ફરજીયાત રાખવામાં આવશે.

માલને પુરવઠા નિગમના જ બારદાનમાં ભરવામાં આવશે. ખરીદારીથી માંડીને ગોડાઉન ચકાસણીમાં એક નાયબ મામલતદાર, ગ્રામસેવક, પુરવઠા નિગમના કર્મચારી, કારકૂન, કોમ્‍પ્‍યુટર ઓપરેટર હાજર રહેશે.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ અકિલા'ને જણાવ્‍યું હતું કે, કુલ ૮ યાર્ડમાંથી મગફળી ખરીદાઇ રહી છે કોઇ ઘટના નથી, હાલ પહેલા પ્રારંભમાં ત્રણ-ત્રણ સેમ્‍પલ લેવાઇ રહ્યા છે, દરેક પ્રાંત અધિકારી પાસેથી રિપોર્ટ મેળવાયો છે. અંદાજે ત્રણ મહિના સુધી આ ખરીદી ચાલશે

(12:24 pm IST)