Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

અકિલા પરિવાર દ્વારા પૂ.જલારામબાપાની શોભાયાત્રાનું ભક્‍તિભીનું સ્‍વાગત

 રાજકોટઃ વિરપુરના સંત શિરોમણી પૂ.જલારામબાપાની ૨૧૯મી જન્‍મજયંતિ વિરપુર સહિત સૌરાષ્‍ટ્ર ગુજરાત અને દેશભરમાં ભારે ભક્‍તિભાવ સાથે ઉજવાય રહી છે. વહેલી સવારથીજ ભક્‍તો પૂ.જલારામબાપાની સેવા-પુજામાં લીન બન્‍યા છે. પૂ.બાપાના મંદિરે સમુહ-પ્રસાદ-મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં ભાવીકો ઉમટી પડયા છે રાજકોટમાં પણ પૂ.જલારામબાપાની ૨૧૯મી જન્‍મજયંતિની શાનદાર ઉજવણી ચાલી રહી છે. પૂ.જલારામબાપાની જન્‍મજયંતિ નિમીતે રાજકોટમાં વિશાળ શોભાયાત્રા સાંજે નીકળી હતી જેમાં અસંખ્‍ય પૂ.જલારામબાપાના ભક્‍તો જોડાયા હતા. આ શોભાયાત્રા અકિલા કાર્યાલય પાસે આવી પહોચતા અકિલા પરિવારના શ્રી અજીતભાઇ ગણાત્રા,વિણાબેન અજીતભાઇ ગણાત્રા,અકિલા પરિવારના બહેનો મીનાબહેન હરીશભાઇ ચગ, સ્‍મીતાબહેન સુનિલભાઇ રાયચુરા  તથા ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાએ પૂ.જલારામબાપાની મૂર્તિને પુષ્‍પહાર પહેરાવી વંદના કરી હતી તે પ્રસંગની તસ્‍વીરો (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(8:40 pm IST)