Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બ્લેક ગોલ્ડ ટી દ્વારા દિપાવલી બમ્પર સ્કીમ

પ્લાસ્ટી કન્ટેનર અપાશે : બારકોડેડ પોઇન્ટ કાર્ડ પર વિશેષ વળતર

રાજકોટ, તા. ૧પ : રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જાણીતી બ્લેક ગોલ્ડ ટી દ્વારા પરાબજાર શાખા પર દીપાવલી પર્વ બમ્બર સ્કીમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ચાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બ્લેક ગોલ્ડ ટી દ્વારા ૧ કિલો, ર કિલો, ૩ કિલો અને પ કિલોની ખરીદી પર ીદવાળીના તહેવારોને ધ્યાનમાં લઇને અલગ-અલગ સ્કીમો મૂકવામાં આવેલી છે.

વલ્લભ ટી પ્રાઇવેટ લીમીટેડના ધવલ કારીયા તથા મિત કરીયાએ ઐતિહાસિક સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે ૧ કિલો ચાની ખરીદી ઉપર ૧૦ લીટરનો પ્લાસ્ટીક કન્ટેનર આશરે રૂ. ૧પ૦ની કિંમતનું ફ્રી આપવામાં આવે છે. ર કિલોની ચાની ખરીદી ઉપર આકર્ષક અવનવી ડીઝાઇનના ૬ કપ-રકાબીના સેટ ફ્રી આપવામાં આવી રહ્યા છે. જેની કિંમત રૂ. ૩પ૦/-છે. ૩ કિલો ચા ની ખરીદી ઉપર ૩ ચોરસ પ્લાસ્ટીક ડબ્બાનો સેટ ફ્રી આપવામાં આવે છે. (૧૧ લીટર, ૮ લીટર, અને ૬ મીટર).

તદ્ ઉપરાંત બમ્બર સ્કીમ સ્વરૂપે પ કિલો ચાની ખરીદી ઉપર રૂ. ૧૪પ૦/-બેઝીક કિંમતના ચોરસ જમ્બો ભવ્ય સાત ડબ્બાનો સેટ આપવામાં આવી રહ્યો છે.  સાથો સાથ 'ચા'ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઇન્ટ પણ આપવામાં આવે છે. બ્લેક ગોલ્ડ ચા ની આ દિવાળી બમ્બર સ્કીમ ધુમ મચાવી રહી છે.

રાજકોટ ખ્યાતનામ શ્રી વલ્લભ ટી પ્રા.લી. આગળ આવી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડનાર છે. ત્યારે દેશનું પ્રથમ ડિજીટલ, કેશલેસ, પેપરલેસ ચા ના આઉટલેટનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ હતો. ચાનું પ્રથમ કાઉન્ટર બની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ડીઝીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધપાવવા શ્રી વલ્લભ ટી પ્રા.લી. આગળ આવી છે.

શ્રી વલ્લભ ટી પ્રા.લી.ના ધવલ કારીયા અને મીત કારીયાએ જણાવ્યું કે, અમારી બ્લેક ગોલ્ડ ટી કોઇ પણ જાતનો ભાવ વધારો કે કવોલેટીમાં બાંધછોડ કર્યા વગર આ સ્કીમ આપવામાં આવે છે. બીધ જ બ્રાન્ડ ઉપર આ સ્કીમનો લાભ મળે છે જેમ કે રેડકપ ર૬૦ રૂપિયા કડક, ૩ર૦ રૂપિયા, મિકસ ૩૩૦ રૂપિયા અને મમરી ૩૪૦ રૂપિયાની કિલોના ભાવે આપવામાં આવે છે.  આ તમામ બ્રાન્ડ ઉપર તમામ ગ્રાહકોને આમાંથી કોઇ પણ બ્રાન્ડની ચાની એક કિલોની ખરીદ પર સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યો છે. તમામ પ્રોવિઝન સ્ટોરમાં બ્લેક ગોલ્ડ ચાની કોઇપણ બ્રાન્ડ ઉપલબ્ધ છે. ઉપલબ્ધ ન હોય તો રાજકોટના સુપર સ્ટોકિસ્ટ કે કે સેલ્સ એજન્સી શ્રી કિશોરભાઇ મો. ૯૮રપ૬ ૬૯૪૪૪ તથા આનંદ સેલ્સ એજન્સી પ્રદીપ કાનાબાર મોબાઇલ ૮૧૪૧૧ ર૦૪પ૧નો સંપર્ક સાધવા જણાવાયું છે.  ગ્રાહકો માટે એક બારકોડેડ પોઇન્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ કાયમ ખરીદી કરવાની રહેશે જેથી તેમને રપ૦ ગ્રામની ખરીદી કરશે તો તેમના ખાતામાં પ પોઇન્ટ જમા થશે. પ૦૦ ગ્રામની ખરીદી પર ૧૦ પોઇન્ટ જમા થશે. એક કિલોની ખરીદ પર ર૦ પોઇન્ટ તેમના ખાતામાં થશે. ૧૦૦ પોઇન્ટ મેળનાર ગ્રાહકને રૂપિયા ૧૦૦ અથવા અન્ય ગીફટ બેમાંથી જે યોગ્ય લાગે તે ગ્રાહક મેળવી શકશે. આ કાર્ડ આજીવન કાર્યરત કાર્ડ છે. આ સ્કીમને સફળ બનાવવા શ્રી વલ્લભ ટી પ્રા.લી.ના દિનેશભાઇ ચાવાળાના માર્ગદર્શન હેઠળ ધવલ કારીયા, મીત કારીયા, હિતેષ કક્કડ, રફીકભાઇ અજમેરી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:11 pm IST)