Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

૧૦ માંગણીઓ સાથે પોસ્ટ ખાતાના નિવૃત કર્મી.ઓના ધરણા

રાજકોટઃ સી.એચ.કયુ.ના આદેશ અનુસાર પોસ્ટ ઓફિસના નિવૃત કર્મચારીઓ દ્વારા ધરણા સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાએલ. જેમાં બપોરે ૨ કલાકથી સાંજના ૬ કલાક સુધી ધરણા તથા સુત્રોચારનો આંદોલનાત્મક કાર્યક્રમ રાખેલ. જેમાં રાજકોટના લગભગ તમામ પોસ્ટલની અને આર.એમ.એસ. પેન્શનરો હાજર રહ્યા હતા.

એસ.એસ.પી. રાજકોટ તેમજ એસ.આર.એમ. રાજકોટ મારફત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને માંગણીઓ સાથેનું રાજકોટના શ્રી મોહનભાઈ કુંડારીયા મારફત રૂબરૂ આવેદન પત્ર આપવામાંઙ્ગઆવેલ. પેન્શનરોની માંગીણીઓ જેમકે ટી.બી.ઓપી. તથા બી.સી.આર.ના એરીયર્સ જલ્દીથી ચુકવવા (ટ્રેઈનીંગ પીરીયડ ૩ મહિના નોકરીમાં ગણાયો છે.), (૨) પોસ્ટમેન તથા મેઈલ ગાર્ડનું લાગુ થતુ હોય તે દરેકને પેન્શનરનું ૧/૧/૯૬થી એરીયર્સ વહેલુ ચુકવવુ (પહેલા પગાર ૨૭૫૦ હતો જે ૧/૧/૯૬ થી ૩૦૫૦ કરવામાં આવેલ એરીયર્સ ઘણાને રૂ.૩,૫૦,૦૦૦ સુધીનું છે.

(4:05 pm IST)