Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મતદાર-ચકાસણી કાર્યક્રમ નબળો હોય..ચૂંટણી પંચે સમય વધાર્યો હવે ૧૮ નવેમ્બર સુધી ચાલશેઃ રપ નવેમ્બરે પ્રાથમિક પ્રસિધ્ધિ

BLO એપ કામ ન કરે તો ઘરે-ઘરે મુલાકાત લેવા આદેશોઃ ઓળખ પત્ર કાર્ડ ફરજીયાત સાથે રાખવા પણ સુચના... : રપ થી ર૪ ડીસેમ્બર-મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ ર૦ જાન્યુઆરીને મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ : કુટુંબના વડાના નામનો દસ્તાવેજ માન્ય ગણાશે...સુધારો કરાયો... : ઓળખ પત્રમાં જી.જે. સીરીઝના નંબરો હવે ૧૦ અંકોના પ્રમાણભૂત મુળાક્ષરોમાં તબદીલ કરાશે... જેથી મતદાર બીજે સ્થળાંતર થાય તો પણ ચાલુ રહે...

રાજકોટ તા. ૧પ :.. ભારતના ચૂંટણી પંચના પત્રોથી તા. ૧-૧-ર૦ર૦ ની લાયકાત  તારીખનાં સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાર ચકાસણી કાર્યક્રમ સંબંધે જરૂરી સુચનાઓ-માર્ગદર્શક સુચનાઓ સાથે આ કાર્યક્રમનું શીડયુલ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ક્રમાંક ર૩- ચૂંટણી પંચે મતદાર ચકાસણી કાર્યક્રમમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરી આ કાર્યક્રમમાં પ્રગતિ ધીમી હોવાનું અને બહુ મોટી સંખ્યામાં હજુ સુધી મતદારોની ચકાસણી, પ્રમાણીકરણની કામગીરી બાકીમાં હોવાનું અવલોકન કર્યુ છે.

મતદાર યાદીમાં ઉમેરા, કમી, સુધારા માટે મોટી સંખ્યામાં ફોર્મ્સ મળી રહ્યા છે. જેનો મતદાર યાદીના મુસદાની પ્રસિધ્ધી પહેલાં નિયમાનુસાર આખરી નિકાલ કરવાનો થાય છે. મતદાર ચકાસણી કાર્યક્રમ પુરો કરવા માટે ભારતના ચૂંટણી પંચે આ કાર્યક્રમની સમયમર્યાદામાં વધારો કરવાનું નકકી કર્યુ છે. પરિણામે, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ, ર૦ર૦ના કાર્યક્રમમાં મહત્વના ફેરફાર કરેલ છે.

પ્રવૃતિ                                          સમય ગાળો

મતદાર ચકાસણી કાર્યક્રમ (ઇવીપી) અને               તા. ૧૮-૧૧-ર૦૧૯

મતદાન મથકોના રેશનલાઇઝેશન સહિતની   (સોમવાર) સુધી

સુધારણા પૂર્વેની અન્ય પ્રવૃતિઓ

સંકલિત મુસદા મતદાર યાદીની પ્રસિધ્ધિ               તા. રપ-૧૧-ર૦૧૯

                                       (સોમવાર) ના રોજ

હકક-દાવાઓ અને વાંધા અરજીઓ    તા. રપ-૧૧-ર૦૧૯

સ્વીકારવાનો સમયગાળો      (સોમવાર)થી

                                       તા. ર૪-૧ર-ર૦૧૯

                                       (મંગળવાર) સુધી

મળેલ હકક-દાવાઓ પરત્વે નિર્ણય    તા. ૧૦-૧-ર૦ર૦

કરી આખરી નિકાલ કરવો     (શુક્રવાર) સુધીમાં

પુરવણી યાદીઓ તૈયાર કરવી         તા. ૧૭-૧-ર૦ર૦

                                       (શુક્રવાર) સુધીમાં

મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ      તા. ર૦-૧-ર૦ર૦

                                       (સોમવાર)ના રોજ

આથી, મતદાર ચકાસણી કાર્યક્રમ માટે ચકાસણીની કામગીરી બીએલઓ-એપીપી ની મદદથી કરવા બી. એલ. ઓ. (બીએલઓ) ને નિર્દેશ કરવો. જયાં બીએલઓ એપીપી કામ કરતી ન હોય, ત્યાં ચકાસણીની કામગીરી બીએલઓ એ મતદારોના ઘરની મુલાકાત લઇ કરવાની રહેશે અને આ માટે નિયત થયેલ ફોરમેટમાં હાર્ડ કોપીમાં માહિતી એકત્ર કરવાની રહેશે.

ચકાસણી માટે મતદારોના ઘરોની મુલાકાત દરમ્યાન બીએલઓ એ તેનું કચેરીનું ઓળખ કાર્ડ, મતદાર નોંધણી અધિકારી દ્વારા આપવામાં આવેલું લેપલ કાર્ડ અને જિલ્લા ચૂંટણી અધિકારીએ આપેલ અધિકૃતિ પત્ર પોતાની સાથે રાખવાનાં રહેશે. લેપલ કાર્ડનો નમુનો આ સાથે સામેલ છે.

પ્રવર્તમાન સુચનાનો મુજબ, મતદારોને, ચૂંટણી પંચે માન્ય કરેલ યાદીમાં દર્શાવેલા દસ્તાવેજોમાંથી કોઇ એક દસ્તાવેજની મદદથી તેઓની નોંધો વ્યકિતગત રીતે અધિકૃત (પ્રમાણીકરણ) કરવા વિનંતી કરવામાં આવી છે અને બીએલઓ ને તે દસ્તાવેજની નકલ એકત્ર કરવાની સુચના આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આ સુચનામાં સુધારો  કરવામાં આવ્યો છે અને ચૂંટણી પંચ દ્વારા એવું નકકી કરવામાં આવ્યુ છે કે હવે પછીથી કુટુંબના અન્ય સભ્યોની નોંધોના પ્રમાણીકરણ માટે પણ કુટુંબના વડાના નામે હોય તેવો દસ્તાવેજ પર્યાપ્ત રહેશે. બીએલઓ ચકાસણી માટે આ દસ્તાવેજ માગી શકે છે. પરંતુ, તેણે આ દસ્તાવેજની નકલનો આગ્રહ રાખવાનો નથી. જો મતદાર કોઇ દસ્તાવેજની નકલ આપવા, બતાવવા ઇન્કાર કરે, વાંધો લે તો બીએલઓ તેના અહેવાલમાં તેની નોંધ કરી શકે છે. અને જો તે મતદાર, મતદાર યાદીમાં દર્શાવેલા તે સ્થળે, સરનામે વસવાટ કરતો જણાઇ આવે તો તે મતદારની ચકાસણીની કામગીરી પુરી થયેલી ગણવામાં આવશે.

વધુમાં, ચૂંટણી પંચે એ પણ નિર્દેશ કર્યો છે કે, આઇપીઇસી નંબરનો મતદાર અજોડ નંબર બનાવવા માટે જીસી સીરીઝના આઇપીઇસી નંબરો ૧૦ અંકોના પ્રમાણભુત મુળાક્ષરો નંબરમાં તબદીલ કરવામાં આવે જે તેના એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવા છતાં પણ તે મતદાર માટે જીવનપર્યત ચાલુ રહેશે. જુના આઇપીઇસી નંબરોને નવા આઇપીઇસી નંબરોમાં () અદ્યતન કરવા મતદાર નોંધણી અધિકારીઓ માટે માં જ જોગવાઇ કરવામાં આવી રહી છે, જયાં પણ મતદારનો મોબાઇલ નંબર ઉપલબ્ધ હશે ત્યાં અદ્યતન કરેલા આઇપીઇસી નંબર સંબંધે સંબંધિત મતદારને એક સંદેશ મોકલવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા એ પણ નકકી કરવામાં આવ્યું છે કે, આવા નંબર તબદીલ કરેલા આઇપીઇસી છાપતી વખતે કાર્ડ ઉપર બંને નંબરો - જૂનો નંબર તથા નવો નંબર છાપવામાં આવશે.

તા. ૧-૧-ર૦ર૦ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના આ સુધારેલ કાર્યક્રમની ઉપલબ્ધ તમામ માધ્યમો મારફતે બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે. વધુમાં રાજકીય પક્ષોના સ્થાનીક એકમોને પણ આ સુધારેલા કાર્યક્રમની લેખિતમાં જાણ કરવાની રહેશે.

(4:01 pm IST)