Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બિન સચિવાલય કારકુન પરીક્ષા રદ થતા સેંકડો યુવક-યુવતીઓ કલેકટર કચેરીએ ઉમટી પડયાઃ સરકાર ઝડપથી નિર્ણય લ્યે

રાજકોટઃ બીન સચિવાલય કારકુન પરીક્ષા રદ કરી નાંખતા ૧૦ાા લાખથી વધુ ઉમેદવારોમાં ધ્રાસકો બેસી ગયો છે. સરકારના આ નિર્ણય સામે આજે સેંકડો વિદ્યાર્થીઓ-યુવક-યુવતીઓ કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા. સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રો પોકારી કલેકટર કચેરી ગજવી મુકી હતી અને કલેકટર શ્રી રેમ્યા મોહનને આવેદન પાઠવ્યું હતુ઼. આવેદનમાં સરકાર તાકીદે નવી જાહેરાત કરે તથા ધો.૧ર પાસની લાયકાત બરોબર હોવાનું કૌભાંડ બંધ કરવા, અગાઉ પરીક્ષા લેવાઇ છે તેના પરીણામો વહેલી તકે જાહેર કરવા, વિદ્યાર્થીઓનું હિત જળવાઇ તે અંગે નિર્ણય લેવા માંગણી કરાઇ હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:49 pm IST)