Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મારામારી અને દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને રેન્જની સ્કવોડે ઝડપી લીધા

શાપરના ગુન્હામાં રાજાજી ઓડેદરા અને સાયલાના ગુન્હામાં મહાદેવ કોળીની ધરપકડ

રાજકોટ, તા. ૧પ : રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી.ના નાસતા ફરતા સ્કવોડે શાપરની મારામારી અને સાયલાના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને દબોચી લીધા હતાં.

રેન્જમાં અલગ -અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્વારા અપાયેલ સુચના અન્વયે નાસતા ફરતા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ. ડેલા , પો.કોન્સ. રૂપકબહાદુર બહોરા, અનિરૂદ્ધસિંહ જાડેજા તથા હેડ  કોન્સ. કરશનભાઇ કલોતરાએ  શાપર (વે.) પો.સ્ટે. સે.ગુરનં. ૩૦૦૮/૧૯ ઇપીકો-કલમ ૩ર૩ વિ. મુજબના મારામારીના ગુનામાં ગુન્હો બન્યા બાદથી એટલે કે છેલ્લા ૧૦ માસથી નાસતા -ફરતા આરોપી રાજાજી ઉર્ફે રાજુ કાંધાભાઇ ઓડેદરા રહે. હાલ-પાનેલી તા. ભાયાવદર વાળાને શાપર (વે.) બસ સ્ટેન્ડ પરથી પકડી પાડી શાપર (વે.) પો.સ્ટેને સોંપેલ છે.

તેમજ રેન્જના નાસતા ફરતા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ. ડેલા, હેડ કોન્સ. મદારસિંહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિંહ પરમારએ સાયલા પો.સ્ટે. પ્રોહી. ગુરનં. પ૦૦૩/૧૯ કલમ ૬પએઇ વિ. મુજબ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બોટલ નંગ આશરે ૧૦૦૦૦ આશરે કિ.રૂ.૩૩,૦૦,૦૦૦/- ના મુદામાલના પ્રોહીબીશનના કેસમાં રેઇડ દરમ્યાન નાશી ગયેલ અને ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા ૯ માસથી નાસતા-ફરતા આરોપી મહાદેવભાઇ મશાભાઇ થડેશા કોળી રહે. ડગીયા તા. સાયલા, જી. સુરેન્દ્રનગર વાળાને જશાપર ચોકડી સાયલા હાઇવે પરથી ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

(12:14 pm IST)