Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પ્રિન્ટર્સ એન્જીનીયર્સના ભરતભાઇ જોષીના ધર્મપત્નિ માલાબેનનું દુઃખદ અવસાનઃ ઘેરા શોકની લાગણી

રાજકોટઃ પ્રિન્ટીંગ પ્રેસ મશીનરી ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં મોખરાનું નામ ધરાવતા પ્રેસ એન્ટરપ્રાઇઝ અને પ્રિન્ટર્સ એન્જીનિયર્સવાળા શ્રી ભરતભાઇ બચુભાઇ જોષીના ધર્મપત્નિ  અ.સૌ. માલાબેન (ઉ.વ.૪૫) નું દુઃખદ અવસાન થતાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.

થોડા સમયથી માલાબેનને ગંભીર બિમારીએ ઘેરી લેતા અથાગ પ્રયાસો, ડોકટરના અપાર પ્રયાસો છતાં બચાવી શકાયા ન હતા. અને ભરતભાઇ, પુત્રીઓ નિધિબેન, કાજલબેન અને વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા. શ્રી રાહુલભાઇ જોષીના નાનાભાઇના પત્નિ,  નિલેશભાઇના ભાભીશ્રી અને કમલેશ, જીતેન, આરતીબેન પ્રજ્ઞેશકુમાર જાનીના કાકીશ્રી તથા નિરજ અને કિંજલના ભાભુશ્રીની આજે સવારે તેમના નિવાસ સ્થાન બ્લોક નં.૧૯, ૨-માલવીયા નગર, પી.ડી.એમ. પાછળ ગોંડલ રોડ, રાજકોટથી નિકળેલ સ્મશાન યાત્રામાં અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રીમતી વિણાબેન સહિત મોટી સંખ્યામાં કુટુંબીજનો, વડીલો, અગ્રણીઓ જોડાયા હતા. સ્વ. માલાબેન ભરતભાઇ જોષીને તેમની પુત્રી નિધિબેન અને કાજલબેન કાંધ આપી માતાને અશ્રુભીની વિદાય આપી હતી.

 પ્રિન્ટર્સ એન્જીનિયર્સના સ્થાપક સ્વ. બચુભાઇ જોષીએ નાના પ્રિન્ટીંગ મશીનો બનાવવાનો દાયકાઓ પૂર્વે પ્રારંભ કરેલ. અકિલાની માતૃસંસ્થા ''જય સૌરાષ્ટ્ર પ્રેસ'' માટે એ જમાનામાં સ્વ. બચુભાઇએ ૧ પેઇજ છપાય તેવું ટ્રેડલ મશીન ઉભુ કરી આપેલ, એ પણ ખુબ નજીવી કિંમતે. એ પરંપરા ચાલુ રાખી સ્વ. બચુભાઇના પુત્રો રાહુલભાઇ, ભરતભાઇ અને પપ્પુભાઇ (નિલેષભાઇ - મો.૯૮૨૫૦ ૭૫૪૯૨)એ પ્રચંડ મહેનત અને આગવી બુધ્ધી પ્રતિભાથી આધુનિક યુગના પ્રિન્ટીંગ મશીનોનો અવિષ્કાર કયોે અને આજે ખુબ માનભર્યું સ્થાન ધરાવે છે.

(12:13 pm IST)