Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હવે રાજકોટ-અમદાવાદ વચ્ચે આરામદાયક મુસાફરી થઈ શકશેઃ રોડની સંપૂર્ણ મરામત

ચોમાસાએ પથારી ફેરવેલી, સરકારે અઠવાડિયામાં સમુનમુ કર્યુ

રાજકોટઃ. રાજ્ય સરકારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેની મરામત માટે યુદ્ધના ધોરણે શરૂ કરેલ ઝુંબેશાત્મક કામગીરીનું આખરે ફળ મળ્યુ છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે રાજકોટ-અમદાવાદ રોડ પર ઠેર-ઠેર ગાબડા પડી ગયેલ. વાહન ચાલકોનો સમય વધુ બગડતો હતો. મુસાફરી પ્રતિકૂળ બનવા સાથે વાહનોને નુકશાનીની ભીતિ રહેતી હતી. વરસાદ બંધ રહેતા સરકારે મરામત માટે ઝુંબેશ ઉપાડેલ. સતત એક અઠવાડીયુ સંખ્યાબંધ માણસો અને મશીનરીને કામે લગાડી રોડ પરના તમામ ખાડા પુરી દેવામાં આવ્યા છે. જરૂરીયાત મુજબ લાંબા પટ્ટે ડામર પાથરવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં રાજકોટ-અમદાવાદ રોડનું મરામતનું સંપૂર્ણ કામ પુરૂ થઈ રહ્યુ છે. હવે કોઈ જગ્યાએ રોડ બિસ્માર હાલતમાં ન હોવાનો માર્ગ-મકાન વિભાગના સૂત્રોનો દાવો છે. સરકાર આવી જ ઝડપે અન્ય બિસ્માર માર્ગોની પણ હાલત સુધારે તેવી લોકલાગણી પ્રવર્તે છે.

(3:51 pm IST)