Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સ્પોર્ટ્સ કાર્નિવલ અંતર્ગત રેસ્કોર્સ ખાતે મેજર ધ્યાનચંદ ગ્રાઉન્ડમાં યોજાઇ હોકી મેચ

ટોસ દ્વારા મેચનો શુભારંભ કરાવતા મેયર ડો. પ્રદીપ ડવ

રાજકોટ:રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ ગેમ્સ પૂર્વે રમતગમત અંગે જાગૃતિ ફેલાવવા યોજાયેલ સ્પોર્ટ્સ કાર્નિવલ અંતર્ગત રેસ્કોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર આજે સાંજે હોકી  મેન્સ ટીમ A અને B વચ્ચે મેચ યોજાયો હતો. ગુજરાતભરના ઉત્તમ હોકી ખેલાડીઓ કાર્નિવલ માટે રાજકોટના મહેમાન બન્યા છે ત્યારે આ મેચનો શુભારંભ કરાવવા માટે તેમજ પ્લેયર્સના ઉત્સાહમાં વધારો કરવા માટે મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, નાયબ કમિશનર આશિષ કુમાર તેમજ એ.કે. સિંઘ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મહાનુભાવોએ બંને ટીમ સાથે અને ટીમના એક્સપર્ટ કોચ તેમજ ટીમ કોચ અને મેનેજર વગેરે સાથે વાતચીત કરીને પ્રોત્સાહન આપ્યું હતું. તથા મેયર ડો.પ્રદિપ ડવ એ ટોસ કરીને ગેમ્સની શરૂઆત કરાવી હતી. તેમજ મેયરએ ઉદબોધન કરી ખેલાડીઓને ખેલ મહાકુંભ તેમજ આવનાર સ્પર્ધાઓ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:57 am IST)