Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં તોડફોડ કરીને ફરજમાં રૂકાવટ કરવાના બહુચર્ચિત કેસમાં ઇન્દ્રનીલ રાજયગુરૂ, વશરામ સાગઠીયા સહિત મામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૧પ : સને ર૦૦૪માં રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરશનમાં તે વખતના મ્યુની. કમિશ્નર મુકેશકુમાર જાની સમક્ષ પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા તે વખતના કોઁગ્રેસી આગેવાનોઍ કમિશ્નરની ફરજમાં રૂકાવટ કરીને કોર્પોરેશનમાં તોડફોડ કરવાના ચકચારી કેસનો ચુકાદો જયુડિ.મેજીસ્ટ્રેટ શ્રી કે. ઍમ. ગોહિલે આ લખાય છે. ત્યારે ૩-૪પ વાગ્યે ચુકાદો આપીને તમામ રાજકીય આગેવાનોને નિર્દોષ છોડી મુકેલ છે.

અત્રે ેઉલ્લેખનીય છે કે આ બનાવઅંગે ઍ ડિવીઝન પોલીસ મથકના કોર્પોરેશનના વિજીલન્સ પી.આઇ. જાડેજાઍ ફરીયાદ નોઁધાવેલ હતી. જેના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ અને કોર્પોરેશનની  માલ મિલ્કતને નુકશાન કરવા અંગે ઍ વખતના કોઁગ્રેસી અગ્રણી ઇન્દ્રનીલ રાજયગુરૂ, વશરામ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, કેયુર મસરાણી, નીતીન નથવાણી, જયંત ઠાકર, ગોવિંદ સભાયા, બહાદુર સિંધવ અને વિજય ચૌહાણ સહિત ૧૩ રાજકીય આગેવાનોની ધરપકડ કરી હતી.

આ બનાવે રાજકોટ શહેરમાં ખૂબજ ચકચાર જગાવી હતી, આ કેસ ચાલી જતા ઉપરોકત આરોપીઓને કોર્ટે આ લખાય છે. ત્યારે નિર્દોષ જાહેર કર્યાનું જાણવા મળ્યું છે.

આ કેસ ચાલતા દરમિયાન ૩ રાજકીય આગેવાનો મરણ ગયેલ હોય તેઓની સામેનો કેસ કોર્ટે ખારીશ કર્યો હતો.

આ કામમાં આરોપીઓ વતી ઍડવોકેટ પથીક દફતરી, ભાવિન દફતરી, નેહા દફતરી, નુપુર દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા રોકાયેલા હતા.

(4:37 pm IST)