Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ભાજપ આઇટી - સોશિયલ મીડિયાની બેઠક : ચૂંટણીલક્ષી માર્ગદર્શન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્‍યક્ષતામાં અને રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ આઈટી-સોશિયલ મીડીયા સેલના કોઓર્ડીનેટર પંકજ શુકલા, યુપીના પ્રદેશ ભાજપ મંત્રી શંકરગીરી ગોસ્‍વામી,  રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, પ્રદેશ આઈ.ટી.-એસએમના આશાબેન નકુમ, જીતુભાઈ પાઘડાળ, અનિલભાઈ જેઠલોજાની ઉપસ્‍થિતિમાં રાજકોટ શહેર ભાજપની આઈ.ટી.-સોશિયલ મીડીયાની બેઠક શહેરની રાણીંગા વાડી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કમલેશ મિરાણીએ સ્‍વાગત પ્રવચન કર્યા બાદ સેવા પખવાડિયા કાર્યક્રમની વિગતો રજૂ કરેલ.  આ બેઠકમાં અરવિંદ રૈયાણી, ડો. પ્રદિપ ડવ તેમજ શંકરગીરી ગોસ્‍વામી, પંકજભાઈ શુકલાએ પ્રાસંગીક વકતવ્‍યમાં માર્ગદર્શન આપેલ. આ બેઠકનું સંચાલન હાર્દીક બોરડ અને અંતમાં આભારવિધિ  શૈલેષ હાપલીયાએ કરેલ હતી. બેઠકમાં શહેર ભાજપ આઈટી-સોશિયલ મીડીયાના સંયોજક-સહસયોજક, હાર્દીક બોરડ, મનોજ ગરૈયા, શૈલેષ હાપલીયા, જય સોનાગ્રા, જય શાહ, નીખીલ રાઠોડ, વોર્ડના સંયોજક-સહસયોજકો ઉપસ્‍થિત રહયા હતા. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયા, રાજ ધામેલીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:36 pm IST)