Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગૌશાળા માટે સરકારે ૫૦૦ કરોડ જાહેર કર્યા, આપ્‍યા નહિ

ગૌશાળા-પાંજરાપોળના સંચાલનને સ્‍વાવલંબી બનાવવા મહાસંમેલન :ગુજરાતમાં ગૌશાળાનું સંચાલન અધુરુ થયું: દાન ઘટ્‍યું, ગૌપાલન ખર્ચ વધ્‍યોઃ ગિરીશભાઇ શાહઃશ્રીજી ગૌશાળામાં પત્રકાર પરિષદ યોજાઇઃ સંમેલનમાં ગૌભકતો-સાધુ-સંતોની ઉપસ્‍થિતિઃ રૂા.૫૦૦ કરોડ ઝડપથી ફાળવવા ગુજરાત સરકારને અગ્રણીઓની અપીલ

સમસ્‍ત મહાજન પ્રશ્ન યોજાયેલી પત્રકાર પરિષદની તસ્‍વીરમાં ગિરીશભાઇ શાહ, દેવેન્‍દ્રભાઇ જૈન, મિતલ ખેતાણી, રમેશભાઇ ઠક્કર, પ્રભુદાસભાઇ તન્ના નજરે પડે છે.(ત.સ.બ.)(૪૦.૧૩)

રાજકોટ તા.૧૫: શ્રીજી ગૌશાળામાં સમસ્‍ત મહાજન પ્રશ્ને યોજાયેલી પત્રકાર પરિષદમાં સમસ્‍ત મહાજનના ગિરીશભાઇ શાહે જણાવ્‍યુ હતું કે, ગૌમાતાના નીભાવ માટે ગુજરાત સરકારે રૂા.૫૦૦ કરોડ બજેટમાં ફાળવ્‍યા છે, પણ હજુ આપ્‍યા નથી. નોટબંધી-કોમોના જેવા કારણે ગૌશાળાની દાનની આવક ઘટી છે. આ સામે ગૌ નીભાવ ખર્ચ વધ્‍યો છે. ગુજરાતમાં ગૌશાળા ચલાવવી અઘરું કામ બન્‍યુ છે. ઝડપથી રૂા.૫૦૦ કમાવું રીલીઝ કરવા અમે ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ

જીવદયાની ઉત્‍કૃષ્‍ટ ભાવના અને જીવમાત્રને જીવાડવાની અંતરની મહેચ્‍છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્‍યવસ્‍થાઓ, ઘાસચારાની ઉપલબ્‍ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્‍મક ભુમિકા ઉપર આવવા માટે તેમજ સ્‍વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત-રાજસ્‍થાન જ નહીં પરૅતુ તમામ સંસ્‍થાઓના તમામ ટ્રસ્‍ટીઓ આઠ દિવસ ભેગા રહે, એકબીજાનો પરીચય થાય, એકબીજાની હૂંક મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્‍તા મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી, એનીમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર શ્રીગિરીશભાઇ શાહ(મો.૯૮૨૦૦ ૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્‍થાઓના ટ્રસ્‍ટીઓ(એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સફળ શ્રીસંઘના ટ્રસ્‍ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના આઠ દિવસીય, નિવાસી, પ્રવાસી, સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

આ સંમેલનમાં જીવદયા સંસ્‍થાઓને સ્‍વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્‍કૃતિનું પુનઃસ્‍થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારિત કૃષિ-આરોગ્‍ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્‍સાહન, ગૌશાળા,-પાંજરાપોળની આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્‍યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્‍વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્‍યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્‍વેદશી વુક્ષોનું વાવેતર, સ્‍વચ્‍છ દૂધ ઉત્‍પાદનોની ઉપલબ્‍ધી,  પાકની રક્ષા માટે અહિંસક-સ્‍વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદ્દા ઉપર વિસ્‍તૃત, પ્રેકટીકલ અને દૃષ્‍ટાંતો સહિત પરિણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં સાધુ સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા છે. પ્રવાસ દરમ્‍યાન ગુજરાતની તેમજ રાજસ્‍થાન તથા તા.૧૦ સપ્‍ટેમ્‍બરને શનિવારના રોજ શરૂ થયેલ આઠ દિવસીય પ્રવાસયાત્રા મહારાષ્‍ટ્રના નાગપુર જિલ્લાના દેવલાપર ગામે યાત્રા પ્રવાસ શરૂ થયો હતો. તા.૧૧ સપ્‍ટેમ્‍બર રોજ દેવલાપર ગામે ગૌશાળાનું નિરીક્ષણ અને સુનીલ માનસીંઘકાજી દ્વારા આખો દિવસ માર્ગદર્શન અપાયુ હતું. તા.૧૨ સપ્‍ટેમ્‍બરના રોજ મહારાષ્‍ટ્રના જલગાંવ ખાતે બાફનાજીની ગૌશાળા ખાતે આખો દિવસ કાર્યક્રમ તથા અભ્‍યાસ વર્ગ યોજાઇ ગયો. તા.૧૩ સપ્‍ટેમ્‍બરના રોજ ગુજરાતના વાપી ખાતે શ્રીઅજીત સેવા ટ્રસ્‍ટ સંચાલીત પૉજરાપોળનું નિરીક્ષણ તથા દામોદર ગૌશાળા ખાતે અભ્‍યાસ વર્ગ યોજાયો. તા.૧૪ સપ્‍ટેમ્‍બરે ધર્મજ ગામે ગૌચર વિકાસ દ્વારા વિકાસ સંગોષ્‍ઠી તથા ગોકુલગાંવ ખાતે ક્ષારવાળી જમીનનો સુધાર તથા અમદાવાદની બંસી ગૌશાળા ખાતે ગોપાલ સુતરીયાએ માર્ગદર્શન આપ્‍યું. તા.૧૫ સપ્‍ટેમ્‍બરે રાજકોટ સ્‍થિત શ્રીજી ગૌશાળા ખાતે એક દિવસીય શિબીર અંતર્ગત મિતલ ખેતાણી, ડો.પ્રભુદાસ તન્ના, રમેશભાઇ ઠક્કર, પ્રતિક સંઘાણી, ધીરેન્‍દ્રભાઇ કાનાબાર, ભુપતભાઇ છાંટબાર, કુમારપાળ શાહ દ્વારા માર્ગદર્શન અપાઇ રહ્યું છેે. તથા સદભાવના વૃધ્‍ધાશ્રમનાં વિજયભાઇ ડોબરીયા દ્વારા વૃક્ષારોપણનું માર્ગદર્શન અપાઇ રહ્યો છે. ૧૬ સપ્‍ટેમ્‍બર બનાસકાંઠાના ભાભર ખાતે જલારામ ગૌશાળામાં આખો દિવસ પ્રશિક્ષત વર્ગ યોજાશે તથા તા.૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ પાવાપુરી તથા પીંડવાડા ખાતે પ્રશિક્ષણ વર્ગ તથા સાંજના આ આઠ દિવસીય મેગા પ્રવાસી સંમેલન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

 સમસ્‍ત મહાજન વૈશ્વિક સ્‍તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારસ માટે પ્રયત્‍નશીલ રહે છે. ૧૯૯૬ના દાયકાના અઁતમાં, ચમત્‍કાર જેવી ઘટનાને ગિરીશભાઇના જીવનનો માર્ગ બદલી નાખ્‍યો. ગિરીશભાઇનો ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્‍યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્‍ત મહાજને ઓગષ્‍ટ, ૨૦૦૨માં કામ કરવાનું શરૂ કર્યુ હતું. સમસ્‍ત મહાજનના મેનેજિંગ ટ્રસ્‍ટી ગિરીશભાઇ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યુ સેવા અને રક્ષણ કરો. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્‍ત મહાજન પશુ કલ્‍યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્‍યાણ, સ્‍વચ્‍છતા અભિયાન, કુદરતી આપતિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજીક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યુ ંછે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ, સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્‍યસ્‍ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઇના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યુ છે. તેમને અને સમસ્‍ત મહાજનને જીવદયા રત્‍ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટ યોગદાન માટે ઈન્‍દિરા પ્રિયદર્ર્શીની વૃક્ષમિત્ર એવોર્ડ, આચાર્ય ચાણકય ૨૦૨૦ સહિત અનેક પુરસ્‍કારો એનાયત કરવામાં આવ્‍યા છે. કચ્‍છ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન સહિતનાં અનેક વિસ્‍તારોમાં ૪૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્‍ત મહાજન સેવારત છે.

 સમસ્‍ત મહાજન મુખ્‍યત્‍વે શિક્ષણ, આરોગ્‍ય, રેસ્‍કયુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્‍વનિર્ભર બનાવવા, સ્‍વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્‍થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્‍કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જીવદયા, ગૌસેવા,  માનવસેવા સહિતના અનેકવિધ સત્‍કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઇ ખાતે રાષ્‍ટ્ર સંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી અર્હમ અનુકંપા પ્રોજેકટ હેઠળ સુપર સ્‍પેશીયાલીટી એનીમલ એમ્‍બ્‍યુલેન્‍સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્‍થળ પર જ સારવાર અને સંસ્‍થાઓમાં માધ્‍યમથી  થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનો એનીમલ વેલફેર બોર્ડના સભ્‍ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે સમસ્‍ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે.

(4:34 pm IST)