Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કાલથી ત્રણ દિ' શાષાીમેદાનમાં કૃષિમેળો

એગ્રીકલ્‍ચર મશીનરી મેન્‍યુફેકચર્સ એસો.દ્વારા ‘એગ્રી વર્લ્‍ડ એકસ્‍પો ૨૦૨૨'નું આયોજન :જૈવિક ખેતીને પ્રોત્‍સાહન, સજીવ ખેતી વિશે માર્ગદર્શન, કિસાન કાર્ડ યોજના, કૃષિ-ગ્રામીણમાં સોલરની ભૂમિકા સહિતના વિષે માહિતી અપાશેઃ ખેડૂતોને આહવાન

રાજકોટઃ શહેરમાં શાષાી મેદાન ખાતે તા. ૧૬,૧૭,૧૮(શુક્ર, શનિ, રવિ) કૃષિ મેળાનું આયોજન કરવામા આવ્‍યુ છે આ અંતર્ગત યોજાએલ પત્રકાર પરીષદમાં આગેવાનોએ વિગતો આપી હતી.

જેમાં જણાવાયુ છે કે જૂનાગઢ એગ્રીકલ્‍ચર યુનિવર્સિટી, એગ્રીકલ્‍ચર મશીનરી મેન્‍યુફેકચર એસોસિએશન, ભારત સરકારના કૃષિ મંત્રાલયના સહયોગથી, સ્‍પાર્ક મીડિયા રાજકોટ ખાતે ગુજરાતનું અત્‍યાર સુધીનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન યોજાઇ રહ્યુ છે. આવા વારસા, કુશળતા અને અનુભવ સાથે એગ્રીવર્લ્‍ડ એકસપ્રો  ૨૦૨૨ કૃષિ ઇનપુટ્‍સ, ને ચરલ/ઓર્ગેનિક ફાર્મિંગ, ડેરી, સોલાર અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી માટે કેન્‍દ્રીત પ્રદર્શન કમ નોલેજ શેરિંગ પ્‍લેટફોર્મ) રજૂ કરવામાં આવશે.

એગ્રી વર્લ્‍ડ એકસ પ્રો ૨૦૨૨ એ આ સંદર્ભમાં એક બીટુબી તથા બીટુસી પ્રયાસ છે, જે એગ્રીકલ્‍ચર, ઓર્ગેનિક પ્રોડકટ્‍સ, ડેરી, સોલાર, ફ્રુડ પ્રોસેસિંગ, પેકેજિંગ સેકટર વગેરેમાં એક મુખ્‍ય ઘટના છે એગ્રી વર્લ્‍ડ એકસ પ્રો વ્‍યુહાત્‍મક ભાગીદારીને સરળ બનાવશે અને ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સને નવું પ્‍લેટફોર્મ આપવામાં મદદરૂપ થશે.

આ કાર્યમાં

૧) રાજકોટ એન્‍જીનીયરીંગ એસો.

૨). નેશનલ સીડ્‍સ એસોસિએશન ઓફ ઇન્‍ડિયા,

૩) ગુજરાત એગ્રીકલ્‍ચર મશીનરી મેન્‍યુફેકચરર્સ એસો.

૪) એગ્રી ઇનપુટ ડીલર એસોસિએશન  ઓફ ઇન્‍ડિયા,

૫) પમ્‍પ ક્‍લબ, એમએસએમઇ વિભાગ,ભારત સરકારનો સહયોગ મળ્‍યો હોવાનું જણાવાયું છે.

એગ્રી વર્લ્‍ડ એકસ પ્રો ૨૦૨૨માં (પ્રદર્શન) તા.૧૬,૧૭,૧૮ (શુક્ર,શનિ,રવિ) સ્‍થળઃ શાષાી મેદાન, લીમડા ચોક, રાજકોટ, જેમા

*  અંતિમ વપરાશકર્તાઓ માટે નવીનતમ

    તકનીકનું પ્રદર્શન,

*  અંતિમ વપરાશકર્તાઓ,ડીલરો,

      વિતરકો અને સલાહકારો સાથે

     સીધો સંપર્ક કરી શકાશે.

*  ઉત્‍પાદનોનું જીવંત પ્રદર્શન આપવાની

    અને પ્રતિસાદ એકત્ર કરવાની તક

     મળશે.

*  ઉદ્યોગની ઘટનાઓ પર અપડેટ   

    રહેવાની તક,

*  બ્રાન્‍ડ વેલ્‍યુ વધારવાની તક,

*  જૈવિક ખેતીને પ્રોત્‍સાહન આપવુ અને

    સજીવ ખેતી વિશે જાગૃતિ   

*  કૃષિ ઉદ્યોગના ક્ષેત્રમાં નવીનતમ  

    તકનીક,

*  કૃષિ/ગ્રામીણમાં સોલરની ભૂમિકા,

*  કૃષિ ક્ષેત્રમાં મહિલા સશકિત કરણને પ્રોત્‍સાહન આપવું. (મહિલા સ્‍વસહાય જૂથને પ્રોત્‍સાહન આપવું) કિસાન કાર્ડ યોજના (નાણાકીય સાક્ષરતા), એફપીઓ અને રોજગાર સર્જન કાર્યક્રમને પ્રોત્‍સાહન અપાશે.

આ પત્રકાર પરિષદમાં એગ્રીકલ્‍ચર મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. સુરેન્‍દ્રસિંહ, જુનાગઢ એગ્રીકલ્‍ચર યુનિવર્સિટીના ડીન ડો. નરેન્‍દ્ર ગોનટીયા, સ્‍પાર્ક મીડીયાના સીઇઓ ચિંતન ભટ્ટ (મો. ૯૮૯૮૦૭૪૬૭૪) ઉપસ્‍થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદનું આયોજન જીલ એન્‍ટરટેઇનમેન્‍ટ એન્‍ડ મીડીયાના નીલેશ શીશાંગીયા દ્વારા કરવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીરઃસંદિપ બગથરીયા)

(4:32 pm IST)