Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર સુધીઃ ‘સ્‍વચ્‍છતા પખવાડિયુ'ની ઉજવણી કરવામાં આવશે

 રાજકોટ, ૧૫ : પヘમિ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર, ૨૦૨૨ સુધી દરરોજ વિવિધ પ્રવળત્તિઓ દ્વારા ૅસ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે.

 રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા મુજબ આ સમયગાળા દરમિયાન રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સ્‍ટેશન, ટ્રેન, ઓફિસ, કોલોની અને હોસ્‍પિટલ વગેરેમાં ખાસ સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાઓની સફાઈ, ડસ્‍ટબીનની પૂરતી વ્‍યવસ્‍થા, કચરાનો નિકાલ અને ૅસિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકૅ ના ઉપયોગને નિરુત્‍સાહિત કરવા વગેરે પર વિશેષ ધ્‍યાન આપવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન રેલવે સ્‍ટેશનો તરફ જતા ટ્રેકની સફાઈની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. આ સ્‍વચ્‍છતા પખવાડાના દરેક દિવસ માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે.

સ્‍વચ્‍છતા પખવાડાનો પ્રથમ દિવસ ૧૬ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ જાગળતિ, ૧૭ સપ્‍ટેમ્‍બર અને ૧૮ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ સ્‍ટેશન, ૧૯ સપ્‍ટેમ્‍બર અને ૨૦ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ ટ્રેન દિવસ, ૨૧ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ ટ્રેક દિવસ છે. ૨૨ સપ્‍ટેમ્‍બર સ્‍વચ્‍છ પરિસર દિવસ, ૨૩ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ ડેપો/યાર્ડ/શેડ/રેલવે સંસ્‍થા/શાળા દિવસ, ૨૪ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ રેલવે કોલોની/હેલ્‍થ યુનિટ/હોસ્‍પિટલ દિવસ, ૨૫ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ શૌચાલય દિવસ, ૨૬ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ નીર દિવસ, ૨૭ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ પેન્‍ટ્રી કાર/કેન્‍ટીન દિવસ, ૨૮ સપ્‍ટેમ્‍બરે નો પ્‍લાસ્‍ટિક ડે દિવસ, ૨૯ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છ સ્‍પર્ધા દિવસ અને ૩૦ સપ્‍ટેમ્‍બરે સ્‍વચ્‍છતા પખવાડા દરમિયાન કરવામાં આવેલ પ્રવળત્તિઓની સમીક્ષા કરવામાં આવશે અને તેને પヘમિ રેલવેની વેબ સાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ ઉપરાંત, ૨ ઓક્‍ટોબર, ૨૦૨૨ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે, એક વિશેષ સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવશે અને માસ્‍ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવશે.

(4:28 pm IST)