Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કણકોટના પાટીયા નજીક ફાર્મ હાઉસમાં રામજીએ ઝેરી દવા પીધી

શેઠ સાથે પગાર મામલે ચડભડ થતાં પગલુ ભર્યાનું પત્‍નિ તુલસીબેન પરમારનું કથન

રાજકોટ તા. ૧૫: કાલાવડ રોડ કણકોટ પાટીયાથી આગળ તુલસી ગ્રીન પાર્ટી પ્‍લોટની સામે ગુરૂ દત્તાત્રેય ફાર્મ ખાતે રહેતાં અને ત્‍યાં જ કામ કરતાં રામજી નાનજીભાઇ પરમાર (ઉ.૨૮)એ બપોરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

રામજી અને તેના પત્‍નિ તુલસીબેન ફાર્મમાં રહી કામ કરે છે. તુલસીબેને કહ્યું હતું કે પગાર બાબતે શેઠ સાથે માથાકુટ થતાં અને પગાર નહિ અપાતાં પતિ રામજીએ આ પગલુ ભર્યુ હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.

રૈયાધારમાં દિવાલ પડતાં અલ્‍પા ચિત્રોડાને ઇજા

જેતપુરમાં જુનાગઢ રોડ પર રહેતી અલ્‍પા અમુભાઇ ચિત્રોડા (ઉ.૨૨) રાજકોટ રામાપીર ચોકડી રૈયાધાર ખાતે પોતાના ભાભી કાજલબેનના ઘરે આવી હોઇ અહિ ડમ્‍પર રેતી ઠાલવવા આવ્‍યું ત્‍યારે દિાવલ પડતાં અલ્‍પાને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

નવયુગપરાના રાજેશભાઇ મકવાણાએ ફિનાઇલ પીધું

ઘાંચીવાડ પાસે નવયુગપરા-૧માં રહેતાં રાજેશભાઇ પાલાભાઇ મકવાણા (ઉ.૫૨) બપોરે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં એ-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી. રાજેશભાઇ રિક્ષા હંકારે છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બેભાન હોઇ કારણ જાણી શકાયું નથી.

(4:27 pm IST)