Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મનપા દ્વારા સાયકલોથોન યોજાઇ : ૬૫૦થી વધુ લોકો જોડાયા

રાજકોટ : આગામી ૨૭-સપ્‍ટેમ્‍બર થી તા. ૧૦ ઓક્‍ટોબર દરમ્‍યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્‍સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્‍પોર્ટસ અને ફિટનેસ પ્રત્‍યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્‍સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન સ્‍પોર્ટસ કાર્નિવલનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.ᅠ જેમાં આજે સવારે ૬.૩૦ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેᅠRajkot Randonneurs નાં સહયોગથીᅠસાયક્‍લોથોન ઇવેન્‍ટ યોજાઈ હતી. જેનો મેયર ડો. પ્રદિપ ડવએ ઝંડી આપી શુભારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેનપરેશભાઈ પીપળીયા, નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી, એ.આર.સિંઘ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાયકાલોથોન માટે કુલ ૬૫૦થી વધુ શહેરીજનોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું અને આજે વહેલી સવારે આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે જોડાયા હતા.

(4:26 pm IST)