Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

જૈનમ્‌ દ્વારા જૈન ભાઈ- બહેનો માટે દાંડીયા રાસ કલાસીસ વિનામૂ્‌લ્‍યે કોચીંગ કલાસનો કાલથી પ્રારંભ

મુકેશભાઈ દોશી અને ચંદ્રકાંતભાઈ શેઠના હસ્‍તે ઉદ્‌ઘાટન

રાજકોટઃ  આગામી તા.૨૬ સપ્‍ટેમ્‍બર થી ૫ ઓકટોબર દરમ્‍યાન જૈનમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું બેનમુન આયોજન રાજમાર્ગ એવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર શહેર નાં જૈન શ્રેષ્‍ઠીવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્‍લોટ ખાતે કરવામાં આવેલ છે.
આ આયોજનનાં ભાગરૂપે જૈનમ્‌ દ્વારા જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે આવતિકાલ તા.૧૬ શુક્રવારે સાંજે ૭:૩૦ કલાકે, ન્‍યુ તાલ દાંડીયા એકેડેમી, રામકળપા પાર્ટી પ્‍લોટ, ર્સ્‍ટલીંગ હોસ્‍પિટલ સામે, નાણાવટી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે  દાંડીયા રાસ કલાસીસમાં ફ્રી કોચીંગનો પ્રારંભ કરવામાં આવનાર છે,  આ કલાસીસનો પ્રારંભ મોર્ડન ગ્રુપનાં મુકેશભાઈ દોશી અને જૈન શ્રેષ્‍ઠીવર્યશ્રી ચંદ્રકાંતભાઈ શેઠનાં વરદહસ્‍તે કરવામાં આવનાર છે.
આ કલાસીસમાં જૈન ખેલૈયાઓ જેમણે જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવનાં સીઝન પાસ લીધેલ છે તેઓ માટે જ તા.૧૬ થી તા.૨૩ સુધી દરરોજ રાત્રે ૮ થી ૯ કાર્યરત રહેશે. કલાસીસમાં નામ નોંધાવવા અને વધુ માહીતી માટે ધૈર્યભાઈ પારેખ મો.૯૩૭૬૪ ૦૧૧૧૦નો સંપર્ક કરવો.
આ નવરાત્રી મહોત્‍સવમાં જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્‍ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્‍ટ્રલ, સિલ્‍વર, જૈન યુવા જુનિયર, જૈન જાગળતિ સેન્‍ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્‍યલ ગ્રુપ, મીડટાઉન સંગીન, ટાઉનટાઉન સંગીની તેમજ એલીટ સંગીની જોડાનાર હોવાનું યાદીમાં જણાવાયું છે.
પાસ માટે ફોર્મ મેળવી અને ભરીને પરત (૧)જૈનમ્‌ કાર્યાલય - ડોકટર પ્‍લાઝા, જયુબીલી બાગ સામે, કસ્‍તુરબા રોડ,રાજકોટ, (૨)શ્રી અંબા આશ્રિત સારીઝ - દિવાનપરા મેઈન રોડ, (૩) જૈન બ્રાઈટ સ્‍ટીલ ટ્રેડર્સઃ ધારેヘર મંદિર સામે, ભક્‍તિનગર સર્કલ પાસે, (૪) તપસ્‍વી સ્‍કુલઃ ૨-જલારામ પ્‍લોટ, યુનિવર્સિટી રોડ, (૫) શિતલ જ્‍વેલર્સઃ- ૯-સીટી શોપ્‍સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ, (૬) નેમીનાથ વિતરાગ ઉપાશ્રયઃ ગાંધીગ્રામ, ભરતભાઈ દોશી મો.૯૮૨૪૨ ૦૦૬૭૦ (૭)હેપી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ : મહાવીર ચેમ્‍બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, (૮) ઉર્મિ એમ્‍પોરીયમઃ ૨૨-સદ્‌ગુરૂ કોમ્‍પલેક્ષ, ન્‍યુ એરા સ્‍કુલ સામે, રૈયા રોડ, (૯)ડ્રીમ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સઃ (મોડર્ન ગ્રુપ), ૧૦૩-વર્ધમાન કોર્મિશયલ, સાધુ વાસવાણી રોડ, (૧૦) કૌશલ્‍યમ્‌ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ -ાઈસ રીટેઈલ પોઈન્‍ટ), ૨૦/૨૬ ન્‍યુ જાગનાથ પ્‍લોટ ખાતે વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે.
વધુ માહીતી માટે જીતુ કોઠારી મો.૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી મો.૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા મો.૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે

 

(4:26 pm IST)