Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

અંધારામાં રાખીને આમ આદમી પાર્ટીમાં જોડી દીધેલા લોકોની કોંગીમાં ઘરવાપસી : મહેશ રાજપૂત

અરવિંદ કેજરીવાલની રાજકોટ મુલાકાત દરમિયાન

રાજકોટ તા. ૧૫ : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની રાજકોટ મુલાકાત દરમિયાન થોરાળા વિસ્‍તારના લોકોને ભ્રમમાં રાખીને આમ આદમી પાર્ટીમાં જોડી લેવાયા હતા. પરંતુ જયારે હકીકત સમજાઇ ત્‍યારે આ લોકો આપ છોડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરેલ હોવાનું કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુતે એક યાદીમાં જણાવેલ છે.
આ વિસ્‍તારના રમેશભાઇ સોલંકી, હિરેનભાઇ, કેશુભાઇ, અમરશી મામા, પરમારભાઇ, કાળુભાઇ ગોહેલ, જીજ્ઞેશ પરમાર, રમેશભાઇ રામાભાઇ, નાનાભાઇ પોલાભાઇ, ભુરાભાઇ વાઘેલા, કેતન પરમાર, નીતિન શારેસા, વિશાલ વાઘેલા, મિતુલ ખીમસુરીયા, રાણીબેન પરમાર, વર્ષાબેન સોલંકી, રંજનબેન ગઢવી, નજમાબેન શેખ, રેખાબેન ગામી, રતનબેન ગોહેલ સહીત સંખ્‍યાબંધ લોકો ફરી કોંગ્રેસમાં આવી જતા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્‍યા હતા.
કોંગ્રેસના આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૧૫ ના પ્રમુખ વાસુદેવભાઇ ભંભાણી, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ સોરાણી, વશરામભાઇ ચાંડપા, હીરાભાઇ પરમાર, અરવિંદ મુછડીયા, પાર્થ બગડા, પરેશ સોલંકી, હીરાભાઇ ચાવડા, મનિષાબેન પરમાર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ મહેશભાઇ રાજપૂતની યાદીમાં જણાવાયુ છે.

 

(4:26 pm IST)