Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મનપાની આંગણવાડીમાં પોષણ માટેની ઉજવણી

 ભારત સરકારની સુચના અને ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ હાલ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘પોષણમાહ'ની ઉજવણી દરેક આંગણવાડીઓ ખાતે કરવામાં આવે રહી છે. ‘એક કદમ સ્‍વચ્‍છતા કી ઔર' થીમ બઈઝ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અન્‍વયે વિવિધ વિભાગો સાથેનું સંકલન પરામર્શ કરી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાલ તમામ આંગણવાડીઓ ખાતે કિશોરીઓની ‘સ્‍વચ્‍છતા' જાગૃતી અભિયાન હેઠળ કિશોરીઓને માસિકસ્ત્રાવ બાબતોની ચર્ચા, સમજુતી તથા સ્‍વચ્‍છતા જાગૃતી ફેલાવવામાં આવી રહી છે. માતાઓને સ્‍તનપાનની સમજુતી, ૬ વર્ષથી ઓછા બાળકોમાં એનીમીયાના લક્ષણો જોવા મળે તો હેલ્‍થ ચેકઅપ કરાવવા જેવી બાબતોપોષણ અભિયાન હેઠળ પાર પાડવામાં આવી રહી છે. પોષણ અભિયાનના પ્રારંભીક તબક્કામાં કુલᅠᅠ૯૪૮૪ᅠᅠશાળાએ જતી, ન જતી કિશોરીએ સ્‍વસ્‍છતા જાગૃતી અભિયાનમાં ભાગ લીધેલ છે. વધુમાં કુપોષણ સે ‘સુપોષણ કી ઔર' અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાનાᅠ ૧૬૪૩ᅠᅠકુલ મધ્‍ય અને અતિ કુપોષિત બાળકોની વિશેષ સવલતો આપવામાં આવી રહી છે.

(4:25 pm IST)