Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

દારૂડિયા પતિએ પત્‍નિ જ્‍યોતિને છરી ઝીંકી, ૮ વર્ષની પુત્રીને ધોલધપાટ કરી

જાગનાથ પ્‍લોટમાં રહેતી નેપાળી મહિલા ઝઘડાને કારણે ઓમનગરમાં પોતાના ભાઇ જનકભાઇના ઘરે જતાં પતિએ ત્‍યાં જઇ હુમલો કર્યો

રાજકોટ તા. ૧૫: જાગનાથ પ્‍લોટમાં મોદી હોસ્‍પિટલ સામે રહેતી જ્‍યોતિબેન પ્રકાશ ટમટા (નેપાળી) (ઉ.૩૫)ને તે સાંજે ઓમનગર ૪૦ ફુટ રોડ પર પોતાના ભાઇ જનકભાઇના ઘરે હતી ત્‍યારે પતિ પ્રકાશે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ઇજા કરતાં અને વચ્‍ચે પડેલી ૭ વર્ષની પુત્રી સોનલને પણ મારકુટ કરતાં મા-દિકરીને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યોતિબેને કહ્યું હતું કે પતિ ડ્રાઇવીંગ કામ કરે છે. પરમ દિવસે રાતે તેણે દારૂ પી ઘરે આવી ઝઘડો કર્યો હતો. આ કારણે પોતે ગઇકાલે ઓમનગરમાં ભાઇ જનકભાઇના ઘરે દિકરીને લઇને જતી રહી હતી. ત્‍યારે પતિએ ત્‍યાં આવી ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે તાલુકા પોલીસને જાણ કરી હતી. 

(4:05 pm IST)