Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીને એક વર્ષની સજા અને રકમ ચુકવવાનો આદેશ

રાજકોટ તા. ૧૫ : ધી નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ અંતર્ગત દાખલ કરવામા આવેલ ફોજદારી ફરિયાદના કામે કેસ ચાલી જતા આરોપીને એક વર્ષની કેદની સજા સાથે પકડ વોરંટ ઈસ્‍યુ કરવાનો હુકમ કરવામા આવેલ છે.

આ અંગેની વિગત જોતા અર્નિંગ ડ્રીમ ક્રેડિટ કો. ઓપ. સોસા. ના પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર દ્વારા આરોપી ભુપત મેસુરભાઈ મુંધવા સામે લોનની રકમ ભરપાઈ કરવા માટે આપેલ ચેક રીટર્ન થયા બાદ કાયદાકીય જોગવાઈ મુજબ લીગલ ડીમાન્‍ડ નોટિસ મોકલી રીટર્ન થયેલ ચેક મુજબની રકમ પંદર દિવસ મા ચૂકવી આપવા લોન ધારકને જણાવાયુ હતુ પરંતુ લોનધારકે લીગલ નોટીસને ગંભીરતાપૂર્વક લીધેલ ન હતી અને કોઈ રકમ ચૂકવાઈ ન હતી તેથી ક્રેડિટ સોસાયટી દ્વારા આ અંગેની ફરિયાદ ધી નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ હેઠળ દાખલ કરવામા આવેલ હતી.

આરોપીએ આપેલ ચેક તથા આવશ્‍યક તમામ આધાર પુરાવાઓને આધારે ફરિયાદની હકીકતો પુરવાર થતી હોય તેમજ ફરિયાદના સમર્થનના ફરિયાદીના એડવોકેટની અસરકારક અને ધારદાર રજૂઆત ધ્‍યાને લઈ કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની કેદની સજા ફરમાવવામાં આવેલ છે. જો આરોપી ચેક મુજબની રકમ ચુકવે નહી તો વધુ છ માસની સજાનો હુકમ પણ ફરમાવવામા આવેલ છે.  આ કામે ફરિયાદી અર્નિંગ ડ્રીમ ક્રેડિટ કો. ઓપ. સોસા. તરફે ધારાશાષાી ગજેન્‍દ્ર જાની, અજય ચાંપાનેરી, રાજેશ દલ, કે.સી.ભોજાણી તથા શિવરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

(4:04 pm IST)