Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નાના મવા વિસ્‍તારમાં ડેરી ફાર્મના ધંધાર્થીને ત્‍યાં મનપાની ફૂડ શાખા ત્રાટકી : ૨૦ સ્‍થળોએ ચેકીંગ

રાજકોટ : મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે નાના મવા મેઇન રોડ, સત્‍યસાંઇ રોડ, ૪૦ ફૂટ રોડ પર આવેલ વિગતો મુજબ કુલ ૨૦ ડેરી પ્રોડકટસના ધંધાર્થીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ગણેશ પ્રોવિઝન સ્‍ટોરને લાઇસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. વેંચાણ થતા દૂધ, ડેરી પ્રોડકટ, મસાલા, બેકરી પ્રોડકટ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ ૧૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

 

(3:57 pm IST)